________________
પ્રાર્થન
મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ બહિર્મુખ છે, તે ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ તેમજ ભોગલક્ષી છે. મનુષ્ય પોતાના રોજિંદા જીવનમાં પોતાની સામાન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે દશ્ય જગતના ઉપરઉપરથી દેખાતા સ્વરૂપથી જ સંતુષ્ટ રહે છે. પરંતુ જીવનમાં કપરા સંજોગો ઊભા થતાં જ તેના મનમાં અનેક પ્રશ્નો જાગે છે, અનેક સમસ્યાઓ ખડી થાય છે. હવે તેને પ્રતીતિ થાય છે કે જગતનું ઉપર ઉપરથી દેખાતું રૂપ તો અનેક ઉલઝનોથી ભરેલું છે, તેથી જગતના એવા રૂપથી તે સંતોષ પામતો નથી. પરિણામે તે જગતના વાસ્તવિક યા પારમાર્થિક રૂપને જાણવાસમજવા માટે અને તે જ્ઞાન-સમજણ દ્વારા પોતાની ઉલઝનોને ઉકેલવા માટે પ્રયત્ન કરવા લાગે છે. આ તથ્યને પ્રાચીન ગ્રન્થોમાં આવા શબ્દોમાં પ્રાય: વર્ણવવામાં આવેલ છે -
पराञ्चि खानि व्यतृणत् स्वयम्भू - स्तस्मात् पराङ् पश्यति नान्तरात्मन् । कश्चिद् धीर: प्रत्यगात्मन्यवैक्षद्
નીવૃત્તવસુ મૃતત્વમર્જન્ II કઠોપનિષ, ૨.૧.૧. હકીકતમાં અહીંથી જ દાર્શનિક દૃષ્ટિની શરૂઆત થાય છે. દાર્શનિક દૃષ્ટિ અને તાત્ત્વિક દષ્ટિ બન્નેનો એક જ અર્થ છે એમ સમજવું જોઈએ.
વ્યક્તિઓની સમાન જાતિઓના જીવનમાં પણ દાર્શનિક દષ્ટિ સાંસ્કૃતિક વિકાસની એક ખાસ ભૂમિકાએ જ પ્રાદુર્ભાવ પામે છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા અતિ પ્રાચીન હોવાનું ઘણું જ મોટું પ્રમાણ એ વાતમાં છે કે તેમાં દાર્શનિક દૃષ્ટિની પરંપરા અતિ પ્રાચીન કાળથી જ દેખાય છે. વાસ્તવમાં તેનો પ્રારંભ ક્યારે થયો એનો કાલનિર્ણય કરવો અત્યન્ત કઠિન છે.
૧૪