________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૨૫ સ્થાને જતાં ગભરાય છે અને સ્વયં પોતે પોતાની અંદર જ પરેશાની અનુભવે છે. આને જ કહે છે કે “પાપ છાપરે ચડીને પોકારે છે. આનાથી એ વાત સમજમાં આવી જાય છે કે પ્રત્યેક પદાર્થ એક કેમેરો છે જે બીજાના પ્રભાવને ધૂળ યા સૂક્ષ્મ રૂપમાં ગ્રહણ કરતો રહે છે અને તે પ્રભાવોની શક્તિથી ચિત્રવિચિત્ર વાતાવરણનું અને અનેક પ્રકારના સારા-નરસા મનોભાવોનું સર્જન થાય છે. એક સામાન્ય સિદ્ધાન્ત છે કે પ્રત્યેક પદાર્થ પોતાના સજાતીયમાં હળીમળી જાય છે અને વિજાતીય સાથે સંઘર્ષ કરે છે. જ્યાં આપણા વિચારોને અનુકુળ વાતાવરણ હોય છે, અર્થાત બીજા લોકો પણ લગભગ આપણી વિચારધારાના હોય છે, ત્યાં આપણું ચિત્ત , તેમનામાં રચ્યુંપચ્યું રહે છે પરંતુ પ્રતિકૂળ વાતાવરણમાં ચિત્ત આકુળ-વ્યાકુળ બની જાય છે. પ્રત્યેક ચિત્ત આટલી પરખ રાખે છે. તેને ભુલાવામાં નાખી શકાતું નથી. જો તમારા ચિત્તમાં બીજાના પ્રત્યે ધૃણા છે, તો તમારો ચહેરો, તમારાં વચન અને તમારી ચેષ્ટાઓ સામી વ્યક્તિમાં સદ્ભાવનો સંચાર કરી શકતાં નથી અને વાતાવરણને નિર્મળ બનાવી શકતાં નથી. આના ફળ રૂપે તમને પણ ધૃણા અને તિરસ્કાર જ પ્રાપ્ત થાય છે. આને કહે છે - “જેવી કરણી તેવી ભરણી.'
હૃદયથી અહિંસા અને સદ્ભાવનાના સમુદ્રરૂપ કોઈ મહાત્મા અહિંસાનું અમૃત લઈને ખૂનખાર અને બર્બરોની વચ્ચે છાતી ખુલ્લી કરીને કેમ ચાલે છે? કેમ કે તે મહાત્માને આ સિદ્ધાન્ત ઉપર વિશ્વાસ છે કે જ્યારે આપણા પોતાના મનમાં તેમના પ્રત્યે લેશમાત્ર પણ દુર્ભાવ નથી અને આપણે તેમને પ્રેમનું અમૃત પિવડાવવા ઇચ્છીએ છીએ ત્યારે તેઓ ક્યાં સુધી આપણા સદ્ભાવને ઠોકર મારશે ? તેમનું મહાત્માપણું એ જ છે કે તે સામી વ્યક્તિના સતત અનાદર છતાં પણ સાચા હૃદયથી સદા તેની હિતચિન્તા કરે છે. આપણે બધાં એવી જગાએ ખડા છીએ કે જ્યાં ત્યારે તરફ આપણા આતર-બાહ્ય પ્રભાવને ગ્રહણ કરવા કેમેરાઓ લાગેલા છે, અને આપણી પ્રત્યેક ક્રિયાનો હિસાબ પ્રકૃતિના તે મોટા ચોપડામાં લખાઈ જાય છે, જેનું પરિણામ આપણે પ્રત્યેક પળે ભોગવવું પડે છે. કેટલીક વાર આ પરિણામ યા ફળ તત્કાળ ભોગવવું પડે છે તો કેટલીક વાર કાલાન્તરે. પાપકર્મી વ્યક્તિ પોતે પોતામાં જ શકિત રહેતી હોય છે અને પોતાના જ મનોભાવોથી પરેશાન રહેતી હોય છે. તેની પરેશાની જ બાહ્ય વાતાવરણ દ્વારા તેને ઈષ્ટસિદ્ધિ કરાવી શકતી નથી.
ચાર વ્યક્તિ એક જ પ્રકારના વ્યાપારમાં લાગે છે, પરંતુ ચારેને અલગ અલગ પ્રકારનાં જે નફા-નુકસાન થાય છે તે અકારણ તો નથી જ. કેટલાંક પુરાણા અને કેટલાંક તત્કાલીન ભાવ અને વાતાવરણોનો નિચોડ તે વ્યક્તિઓના સફલ,