________________
४४
અજ્ઞાન
| (i) મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનોમાં ઉપયોગ ક્રમશઃ હોય છે. કેવળજ્ઞાનમાં એકસાથે ઉપયોગ હોય છે.
(i) મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો ક્ષાયોપથમિકભાવે છે. કેવળજ્ઞાન ક્ષાયિકભાવે છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપયોગ સંબંધિ ત્રણ મત છે -
(૧) મલ્લવાદીજીનો મત-કેવળજ્ઞાન અને કેવળદર્શન ભિન્ન છે અને તેમનો સમયાંતરે ઉપયોગ હોય છે. આ મત ભેદગ્રાહી વ્યવહારનયના આધારે છે.
(૨) જિનભદ્રગણિક્ષમાશ્રમણજીનો મત - કેવળજ્ઞાન અને કેવળદર્શન ભિન્ન છે અને તેમનો એક સમયે ઉપયોગ હોય છે. આ મત શુદ્ધ ઋજુસૂત્રનયના આધારે છે.
(૩) સિદ્ધસેનદિવાકરસૂરિજીનો મત - વળજ્ઞાન અને કેવળદર્શન અભિન્ન છે. આ મત અભેદગ્રાહી સંગ્રહનયના આધારે છે. અજ્ઞાન - (સૂત્ર-૧/૩૨)
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના વિપરીતજ્ઞાનો હોય છે. મિથ્યાષ્ટિનું મતિજ્ઞાન એ મતિઅજ્ઞાન છે. મિથ્યાદૃષ્ટિનું શ્રુતજ્ઞાન એ શ્રુતઅજ્ઞાન છે. મિથ્યાદૃષ્ટિનું અવધિજ્ઞાન એ વિર્ભાગજ્ઞાન છે. કેમકે, (સૂત્ર-૧/૩૩)
(૧) મિથ્યાષ્ટિને વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનો યથાવત્ બોધ હોતો નથી.
(૨) મિથ્યાદષ્ટિનું જ્ઞાન પાગલની જેમ વિચાર્યા વિનાનું હોય છે.