________________
૫૦૩
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
કુલાલચક્ર દોલાયા-મિષી ચાપિ યથેષ્યતે | પૂર્વપ્રયોગાત્કર્મેહ, તથા સિદ્ધગતિઃ સ્મૃતા /૧alી.
જેમ કુંભારના ચક્રમાં, હિંચકામાં અને બાણમાં પૂર્વપ્રયોગથી અહીં કર્મ ઇચ્છાય છે તેમ સિદ્ધોની ગતિ કહી છે. (૧૦)
મૃલ્લેપસક નિર્મોક્ષા-ઘથા દષ્ટાસ્વલાબુનઃ | કર્મસ વિનિર્મોક્ષા-તથા સિદ્ધગતિઃ સ્મૃતા ૧૧૫
જેમ માટીના લેપનો સંગ નીકળી જવાથી પાણીમાં તુંબડાની ગતિ જોવાઇ છે તેમ કર્મનો સંગ નીકળી જવાથી સિદ્ધોની ગતિ કહી છે. (૧૧)
એરંથનપેડાસુ, બન્ધચ્છદાદ્યથા ગતિઃ | કર્મબન્ધનવિચ્છેદાત્સિદ્ધસ્યાપિ તથષ્યતે ||૧રા
જેમ એરંડિયાના બંધનનો છેદ થવાથી, યંત્રના બંધનનો છેદ થવાથી અને પેડાના બંધનનો છેદ થવાથી બીજ, કાષ્ઠ અને પડાપુટની ગતિ થાય છે તેમ કર્મના બંધનનો છેદ થવાથી સિદ્ધોની ગતિ ઇચ્છાય છે. (૧૨)
ઊર્ધ્વગૌરવધર્માણો, જીવા ઇતિ જિનોત્તમૈઃ | અધોગૌરવધર્માણ , પુદ્ગલા ઈતિ (ચોદિતમ) ૧૩
જિનેશ્વરભગવંતોએ કહ્યું છે કે, જીવો ઉપર જવાના સ્વભાવવાળા છે અને પુદ્ગલો નીચે જવાના સ્વભાવવાળા છે. (૧૩)
યથાડધતિર્યગૂર્વે ચ, લોષ્ઠવાધ્વનિવતિયઃ | સ્વભાવતઃ પ્રવર્તત્તે, તથોર્ધ્વગતિરાત્મનામ્ ૧૪
જેમ સ્વભાવથી જ ઢેફ નીચે જાય છે, વાયુ તીર્થો જાય છે અને અગ્નિની જ્વાળાઓ ઉપર જાય છે તેમ સ્વભાવથી જ જીવોની ઊર્ધ્વગતિ થાય છે. (૧૪)