________________
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૩૪) નિદાનં ચ.
૪૯૭
(૩૪) અને નિયાણુ (એ આર્તધ્યાન છે.)
(૩૫) તવિરતદેશવિરતપ્રમત્તસંયતાનામ્.
(૩૫) તે (આર્તધ્યાન) અવિરત, દેશવિરત અને પ્રમત્તસંયતોને હોય છે.
(૩૬) હિંસાડનૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યો રૌદ્રમવિરતદેશવિરતયોઃ.
(૩૬) હિંસા માટે, જૂઠ માટે, ચોરી માટે અને વિષયોના સંરક્ષણ માટેની વિચારણારૂપ રૌદ્રધ્યાન અવિરત અને દેશવિરતને હોય છે. (૩૭) આજ્ઞાડપાય-વિપાક-સંસ્થાનવિચયાય ધર્મમપ્રમત્તસંયતસ્ય.
(૩૭) આજ્ઞાની વિચારણા માટે, અપાયની વિચારણા માટે, વિપાકની વિચારણા માટે અને સંસ્થાનની વિચારણા માટે (પ્રણિધાનરૂપ) ધર્મધ્યાન અપ્રમત્તસંયતને હોય છે.
(૩૮) ઉપશાન્તક્ષીણકષાયયોન્ચ.
(૩૮) અને (ધર્મધ્યાન) ઉપશાંતકષાયને અને ક્ષીણકષાયને (પણ હોય છે).
(૩૯) શુક્લે ચાઘે (પૂર્વવેદઃ).
(૩૯) ઉપશાંતકષાય અને ક્ષીણકષાય પૂર્વધરને શુક્લધ્યાનના પહેલા બે ભેદ પણ હોય છે.
(૪૦) પરે કેવલિનઃ,
(૪૦) શુક્લધ્યાનના પછીના બે ભેદો કેવલીને હોય છે.