________________
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૯૩ (૭) અનિત્યાશરણસંસારેકત્વાન્યત્વાશુચિત્વાગ્નવસંવરનિર્જરાલોકબોધિદુર્લભધર્મસ્વાખ્યાતતત્ત્વાનુચિન્તનમનુપ્રેક્ષાઃ.
(૭) અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આગ્નવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ, ધર્મનું સારી રીતે કહેવાયેલ તત્ત્વ – આ બધાનું ચિંતન તે (૧૨ પ્રકારની) અનુપ્રેક્ષા છે. (૮) માર્ગાચ્યવનનિર્જરાર્થ પરિષોઢવ્યાઃ પરીષહા.
(૮) માર્ગમાંથી ભ્રષ્ટ થયા વિના નિર્જરા માટે સહન કરવું તે પરીષહ છે. (૯) ક્ષુત્પિપાસાશીતોષ્ણદંશમશકનાચારતિસ્ત્રીચર્યાનિષદ્યાશથ્યાહડક્રોશવધયાચનાડલાભરોગતૃણસ્પર્શમલસત્કારપુરસ્કાર-પ્રજ્ઞાડજ્ઞાનાદર્શનાનિ.
(૯) ભૂખ, તરસ, શીત, ઉષ્ણ, દંશમશક, નાન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અદર્શન - આ ૨૨ પરીષહ છે. (૧૦) સૂક્ષ્મસંપરાયછઘસ્થવીતરાગયોશ્ચતુર્દશ.
(૧૦) સૂક્ષ્મસંપરાય (૧૦મા ગુણઠાણાવાળા) અને છઘUવીતરાગ (૧૧મા-૧૨મા ગુણઠાણાવાળા)ને ૧૪ પરીષહ હોય છે. (૧૧) એકાદશ જિને.
(૧૧) જિન(૧૩મા-૧૪માં ગુણઠાણાવાળા)ને ૧૧ પરીષહ હોય છે. (૧૨) બાદરસિંઘરાયે સર્વે.
(૧૨) બાદર સંપરાય (૧લા થી ૯મા ગુણઠાણા) સુધીમાં બધા પરીષહો હોય છે.