________________
આઠમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૯૧ (૧૭) નામકર્મ અને ગોત્રકર્મની (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૨૦ કોડાકોડી સાગરોપમ છે. (૧૮) ત્રયસ્ત્રિશત્સાગરોપમાણ્યાયુષ્કસ્ય.
(૧૮) આયુષ્યકર્મની (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૩૩ સાગરોપમ છે. (૧૯) અપરા દ્વાદશમુહૂર્તા વેદનીયસ્ય.
(૧૯) વેદનીયકર્મની જઘન્યસ્થિતિ ૧૨ મુહૂર્ત છે. (૨૦) નામગોત્રયોરી.
(૨૦) નામકર્મ અને ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ ૮ મુહૂર્ત છે. (૨૧) શેષાણામન્તર્મુહૂર્ત.
૨૧) શેષ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. (૨૨) વિપાકોડનુભાવઃ.
(૨૨) વિપાક એ અનુભાવ (રસ) છે. (૨૩) સ યથાનામ્.
(૨૩) નામ પ્રમાણે કર્મોનો અનુભવ છે. (૨૪) તતશ્ચ નિર્જરા.
(૨૪) અનુભાવથી કર્મનિર્જરા થાય છે. (૨૫) નામપ્રત્યયાઃ સર્વતો યોગવિશેષાસૂમૈકક્ષેત્રાવગાઢસ્થિતાઃ
સર્વાત્મપ્રદેશધ્વનન્તાન્તપ્રદેશઃ.
(૨૫) નામ પ્રમાણે કે નામકર્મ નિમિત્તક, સર્વ દિશાઓમાંથી, યોગની તરતમાતાને અનુસાર, સૂક્ષ્મ, આત્માની સાથે એક ક્ષેત્રમાં અવગાહીને રહેલા, સ્થિર, અનંતાનંત (કર્મ) પ્રદેશો દરેક આત્મપ્રદેશ ઉપર (બંધાય છે).