________________
CC પ્રકાશકીય ‘પદાર્થપ્રકાશ ભાગ-૧૬’ને પ્રકાશિત કરતા અમે આજે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકમાં પરમ પૂજ્ય ગુરુદેવ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજ રચિત શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના પદાર્થસંગ્રહ અને કારિકા-મૂળસૂત્ર-શબ્દાર્થનું સુંદર અને સરળ સંકલન કરેલા છે. આ પૂર્વે પૂજ્યશ્રી દ્વારા સંકલિત ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમેગ્રંથ, બૃહત્સંગ્રહણિ, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિ અને પ્રકીર્ણક ગ્રંથોના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ પદાર્થપ્રકાશ ભાગ ૧ થી ૧૫ રૂપે પ્રકાશિત કરવાનો અમને અમૂલ્ય લાભ મળ્યો છે. પદાર્થપ્રકાશ શ્રેણીના આ પુસ્તકોનું સંકલન પૂજ્યશ્રીએ સુંદર, સરળ, સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ અને સચોટ શૈલીથી કર્યું હોવાથી અભ્યાસીઓને આ પુસ્તકો ખૂબ જ ઉપયોગી બને છે અને તેમને સુંદર અને શીધ્ર બોધ થાય છે. અમે પૂજ્યશ્રીના ભગીરથ કાર્યની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આવા અનેક પદાર્થગ્રંથોનું સંકલન કરી પૂજ્યશ્રી. અભ્યાસી આત્માઓ ઉપર કૃપા વરસાવતાં રહે એવી પૂજ્યશ્રીને વિનંતિ.
આ પુસ્તકનું સંપૂર્ણ મેટર પંડિતવર્ય શ્રી પારસભાઈએ તપાસી આપ્યું છે. તેમની આ પ્રસંગે ધન્યવાદ આપવાપૂર્વક અનુમોદના કરીએ છીએ.
આ પુસ્તકનું મુદ્રણકાર્ય ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઈ અને મહેન્દ્રભાઈએ ખૂબ ખંતપૂર્વક કરેલ છે. તેમને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ.
આ પુસ્તકનું આકર્ષક ટાઈટલ મલ્ટી ગ્રાફિક્સવાળા મુકેશભાઈએ તૈયાર કરેલ છે. તેમને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ.
અનેક પદાર્થરત્નોના મહાસાગર સમાન શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના પદાર્થોને આ પુસ્તકના માધ્યમે બરાબર સમજીને, પોતાના જીવનમાં સમ્યજ્ઞાનને વધારીને, આસવ અને બંધને ત્યજીને, સંવર અને નિર્જરાને ભજીને જીવો અજીવ સાથેનો સંપર્ક છોડીને કાયમ માટે મોક્ષને પામે એ જ અભ્યર્થના.
લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના
ટ્રસ્ટીગણ, ૧. તારાચંદ અંબાલાલ શાહ ૨. ધરણેન્દ્ર અંબાલાલ શાહ ૩. પંડરીક અંબાલાલ શાહ ૪. મુકેશ બંસીલાલ શાહ
૫. ઉપેન્દ્ર તારાચંદ શાહ