________________
૪૫૨
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
શ્રમમવિચિન્હાત્મગતું, તસ્માંડ્રેયઃ સદોપદેખવ્યમ્ આત્માન ચ પર ચ હિ, હિતોપદેષ્ટાનુગૃષ્ણાતિ Hi૩૦
માટે પોતાના પરિશ્રમનો વિચાર કર્યા વિના હંમેશા મોક્ષમાર્ગનો ઉપદેશ આપવો, કેમકે હિતનો ઉપદેશ આપનાર પોતાની અને બીજાની ઉપર અનુગ્રહ કરે છે. (૩૦)
નર્સેચમોક્ષમાર્ગો-દ્વિતોપદેશોડસ્તિ જગતિ કૃમ્બેડસ્મિનું ! તસ્માત્પરમિમમેવેતિ મોક્ષમાર્ગ પ્રવક્ષ્યામિ ૩૧ll
આ સંપૂર્ણ જગતમાં મોક્ષમાર્ગના ઉપદેશ કરતાં ચઢીયાતો બીજો કોઈ હિતનો ઉપદેશ નથી. તેથી આ મોક્ષમાર્ગનો હિતોપદેશ એ જ ઉત્કૃષ્ટ હિતોપદેશ છે. એટલે હું મોક્ષમાર્ગને કહીશ. (૩૧)
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રની કારિકાના મૂળગાથા-શબ્દાર્થ સમાપ્ત
• ઊગતા સૂરજને અભિમાન નથી આવતું, કેમકે સાંજે અસ્ત દેખાય
છે. આથમતા સૂરજને આંસુ નથી આવતા, કેમકે કાલનો ઉદય દેખાય છે. સુખ-દુઃખ પણ આવા જ છે, કાયમ નથી ટકતા. જીવનની મોટા ભાગની દોડધામ જરૂરિયાતપૂર્તિ માટે નથી, પણ ઈચ્છાપૂર્તિ માટે જ છે. આજનો માણસ જમવા બેસે છે ત્યારે એવી રીતે જમે છે કે જાણે બીજો ટંક આવવાનો જ નથી અને એ જ માણસ મકાન બનાવે ત્યારે એવી રીતે બનાવે છે કે જાણે એ ક્યારેય મરવાનો
જ નથી. • સમુદ્રમાં ભરતી-ઓટ આવે, તેથી સમુદ્રનું કાંઈ વધતું-ઘટતું
નથી. તેમ સુખ-દુઃખ આવે, તેથી આત્માનું કાંઈ વધતું-ઘટતું નથી.