________________
ક્ષપકશ્રેણી
૪૧૩
ગુણઠાણે પ્રતિસમય અસંખ્ય ભાગોને ઉપશમાવતો અંતર્મુહૂર્તમાં સંજ્વલન લોભને ઉપશમાવે. પછી ૧૧મા ગુણઠાણે આવે. ત્યાં સંપૂર્ણ વીતરાગભાવ હોય છે. આ ગુણઠાણેથી જીવ અવશ્ય પડે. તે બે રીતે પડે- (૧) કાળક્ષયથી - ૧૧મા ગુણઠાણાનો કાળ પૂર્ણ થતા જે ક્રમે ચઢ્યો હોય તે ક્રમે પડે. (૨) ભવક્ષયથી - ૧૧મા ગુણઠાણે મરણ પામે તો વૈમાનિક દેવલોકમાં જાય. ત્યાં ૪થુ ગુણઠાણ મળે. (ઉપશમશ્રેણિની વિસ્તૃત જાણકારી માટે વાંચો અમે લખેલ ઉપશમનાકરણ ભાગ-૧, વિસ્તૃત ગુજરાતી વિવેચન.')
(૩) ક્ષપકશ્રેણિ - ક્ષપકશ્રેણિ માંડનાર ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના જીવોમાંથી કોઈ પણ જીવ હોય. તે પહેલા અનંતાનુબંધી અને એકસાથે ખપાવે. પછી ક્રમશઃ દર્શન ૩ને ખપાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય ૪ને અને પ્રત્યાખ્યાનાવરણીય ૪ને એકસાથે ખપાવવાનું શરૂ કરે. તેમાં વચ્ચે આ ૧૬ પ્રકૃતિઓને ખપાવે - નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિયજાતિ, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, થીણદ્ધિ. પછી બાકી રહેલ અપ્રત્યાખ્યાનાવરણીય ૪ને અને પ્રત્યાખ્યાનાવરણીય ૪ને ખપાવે. પછી ક્ષપકશ્રેણિ માંડનાર પુરુષ હોય તો નપુંસકવેદને ખપાવે, પછી સ્ત્રીવેદને ખપાવે, પછી હાસ્ય ૬ને ખપાવે, પછી પુરુષવેદને ખપાવે. ક્ષપકશ્રેણિ માંડનાર સ્ત્રી હોય તો પહેલા નપુંસકવેદને ખપાવે, પછી પુરુષવેદને ખપાવે, પછી હાસ્ય ૬ ને ખપાવે, પછી સ્ત્રીવેદને ખપાવે. ક્ષપકશ્રેણિ માંડનાર નપુંસક હોય તો પહેલા સ્ત્રીવેદને ખપાવે, પછી પુરુષવેદને ખપાવે, પછી હાસ્ય ૬ ને ખપાવે, પછી નપુંસકવેદને ખપાવે. (કર્મપ્રકૃતિના મત પ્રમાણે- ક્ષપકશ્રેણિ માંડનાર સ્ત્રી હોય તો પહેલા નપુંસકવેદને ખપાવે, પછી સ્ત્રીવેદને ખપાવે, પછી હાસ્ય ૬ અને