________________
૪૧૦
૧૪ ગુણઠાણાનું સ્વરૂપ
ઉદય છે. તેથી આ ગુણસ્થાનકને અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનક કહેવાય છે.
૧૦) સૂમસંપરાય ગુણસ્થાનક - સૂક્ષ્મ કિષ્ટિરૂપે કરાયેલા લોભ કષાયના ઉદયવાળા જીવોનું ગુણસ્થાનક તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક.
૧૧) ઉપશાંતકષાયવીતરાગછઘ0 ગુણસ્થાનક ચારિત્રમોહનીય કર્મ સર્વથા ઉપશાંત થયું છે. તેથી વીતરાગપણું પ્રાપ્ત થયું છે. પણ જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મના ઉદયથી છદ્મસ્થપણું બાકી છે. એવા જીવનું ગુણસ્થાનક તે ઉપશાંતકષાયવીતરાગછમ0 ગુણસ્થાનક.
૧૨) ક્ષણિકષાયવીતરાગછઘ0 ગુણસ્થાનક - ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી વીતરાગપણું પ્રાપ્ત થયું છે. પણ ત્રણ ઘાતકર્મોના ઉદયથી છદ્મસ્થપણું બાકી છે. આવા જીવનું ગુણસ્થાનક તે ક્ષણિકષાયવીતરાગછદ્મસ્થ ગુણસ્થાનક.
૧૩) સયોગી કેવલી ગુણસ્થાનક - ત્રણે યોગ જેમને વર્તે છે તે સયોગી. કેવળજ્ઞાન અને કેવળદર્શન જેમને છે તે કેવલી. સયોગી એવા કેવલીનું ગુણસ્થાનક તે સયોગીકેવલી ગુણસ્થાનક.
૧૪) અયોગ કેવલી ગુણસ્થાનક - ત્રણે યોગ જેમને વર્તતા નથી તે અયોગી. અયોગી એવા કેવલીનું ગુણસ્થાનક તે અયોગીકેવલી ગુણસ્થાનક.
• કલ કા રોના ક્યોં રોતે હો? ઇસ દિન કો ભી ક્યાં ખોતે
હો ?
• ધર્મપ્રવૃત્તિ સાથે પાપનિવૃત્તિ પણ જરૂરી છે. • સુખમાં રહું વૈરાગ્યથી, દુઃખમાં રહું સમતા ધરી.