________________
૩૯૮
વિરકલ્પ
છે. તે આ પ્રમાણે – પાત્રા, પાત્રબંધન, ગુચ્છા, પાત્રકેસરિકા, પલ્લા, રજસ્ત્રાણ, પાત્રસ્થાપન, ત્રણ કપડા, રજોહરણ, મુહપત્તિ, માત્રક (મોટું પાડ્યું) અને ચોલપટ્ટો. તેઓ ઉત્સર્ગ-અપવાદથી વ્યવહાર કરનારા હોય છે. તેઓ ઔપગ્રહિક ઉપધિને ધારણ કરે છે. તેઓ ૫ પ્રકારના હોય છે – આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ભિક્ષુ, ક્ષુલ્લક. તેઓ માનક વિહાર કરે છે. તેઓ દશવિધ સામાચારીનું પાલન કરે છે. તેઓ ઉદ્ગમઉત્પાદન-એષણાના દોષોથી શુદ્ધ આહાર, ઉપધિ, શય્યા વગેરે વાપરે છે. તેઓ દીક્ષા લીધા બાદ ૧૨ વર્ષ સુધી સૂત્ર ગ્રહણ કરે છે. પછી ૧૨ વર્ષ સુધી તેઓ અર્થ ગ્રહણ કરે છે. પછી ૧૨ વર્ષ સુધી અનિયતવાસી એવા તેઓ દેશદર્શન કરે છે. દેશદર્શન કરતાં તેઓ શિષ્યોને તૈયાર કરે છે. શિષ્યોને તૈયાર કર્યા પછી તેઓ અભ્યઘતવિહાર સ્વીકારે છે. તે ત્રણ પ્રકારે છે – જિનકલ્પ, પરિહારવિશુદ્ધિ, યથાલંદ.
જિનકલ્પ - જિનકલ્પ સ્વીકારનાર પહેલા તપ-સત્ત્વ વગેરે ભાવનાઓ વડે પોતાને ભાવિત કરે. તે આ પ્રમાણે -
(૧) તપભાવના - તેમાં તપ વડે આત્માને એવી રીતે ભાવિત કરે કે જેથી ભૂખને જીતી શકે. દેવ વગેરેના ઉપસર્ગ વગેરેથી અનેકણીય આહાર બને તો છ મહિના સુધી આહાર વિના પણ બાધા ન પામે.
(૨) સત્ત્વભાવના - તેમાં સર્વ વડે ભય અને નિદ્રાને જીતે. ભય અને નિદ્રાને જીતવા માટે રાત્રે બધા સાધુ સૂઈ ગયા પછી ઉપાશ્રયમાં કાઉસ્સગ્ન કરે તે પહેલી સત્વભાવના, ઉપાશ્રયની બહાર કાઉસ્સગ્ન કરે તે બીજી સત્વભાવના, ચોકમાં કાઉસ્સગ્ન કરે તે ત્રીજી સત્ત્વભાવના, શૂન્યઘરમાં કાઉસ્સગ્ન કરે તે ચોથી સજ્વભાવના, સ્મશાનમાં કાઉસ્સગ્ગ કરે તે પાંચમી સત્ત્વભાવના.
(૩) સૂત્રભાવના - સૂત્રને પોતાના નામની જેમ પરિચિત કરે,