________________
૩૮૨
શુકુલધ્યાન
ધર્મધ્યાનથી દેવગતિ મળે છે. ---- ધર્મધ્યાન મોક્ષનું કારણ છે. (સૂત્ર-૯/૩૦)
(૪) શુક્લધ્યાન - સકલ કર્મના ક્ષયમાં કારણભૂત એવું નિર્મળ ધ્યાન તે શુધ્યાન. તેના ૪ ભેદ છે – (સૂત્ર-૯૪૧).
(i) પૃથકત્વવિતર્કસવિચાર - પૂર્વધર મહાત્માને પૂર્વશ્રુતના આધારે પરમાણુ, આત્મા વગેરે દ્રવ્યરૂપ એક આશ્રયના ભિન્ન ભિન્ન પર્યાયોનું અર્થ-વ્યંજન-યોગની સંક્રાંતિવાળું ચિંતન તે પૃથકત્વવિતર્ક સવિચાર. (સૂત્ર-૯૪૩) પૃથત્વ એટલે ભિન્ન. વિતર્ક એટલે પૂર્વગતશ્રતને અનુસારી. (સૂત્ર-૯૪૫) સુવિચાર એટલે અર્થ-વ્યંજન-યોગની સંક્રાંતિવાળુ. (સૂત્ર-૯૪૬) આ ધ્યાન ત્રણે યોગોના વ્યાપારવાળા જીવોને હોય છે. (સૂત્ર-૯૪૨) આ ધ્યાન ૧૧મા-૧૨માં ગુણઠાણાવાળા ચૌદ પૂર્વધર મહાત્માઓને હોય છે. (સૂત્ર-૯૩૯)
(i) એકત્વવિતર્કઅવિચાર - પૂર્વધર મહાત્માને પૂર્વશ્રુતના આધારે દ્રવ્યના એક પર્યાયનું અર્થ-વ્યંજન-યોગની સંક્રાન્તિ વિનાનું ચિંતન તે એકત્વવિતર્કઅવિચાર. (સૂત્ર-૯૪૩, ૯૪૪) એકત્વ એટલે એક. વિતર્ક એટલે પૂર્વગતશ્રુતને અનુસારી. અવિચાર એટલે અર્થ-વ્યંજનયોગની સંક્રાંતિ વિનાનું. આ ધ્યાન ત્રણમાંથી એક યોગના વ્યાપારવાળા જીવને હોય છે. (સૂત્ર-૯૪૨) આ ધ્યાન ૧૧મા-૧૨મા ગુણઠાણાવાળા ચૌદપૂર્વધર મહાત્માઓને હોય છે. (સૂત્ર-૯૩૯)
(ii) સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ - મનોયોગ અને વચનયોગનો નિરોધ કર્યા પછી કાયયોગના વ્યાપારવાળા કેવળી ભગવંતોને આ ધ્યાન હોય છે. (સૂત્ર-૯૪૦, ૯૪૨) આ અવસ્થામાં જીવ સૂક્ષ્મ ક્રિયા કરે છે અને આ ધ્યાનથી જીવ પડતો નથી, માટે આ ધ્યાનને સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન તેરમા ગુણઠાણે યોગનિરોધ કરતી વખતે હોય છે.