________________
૩૮૦
રૌદ્રધ્યાન ગુણઠાણાથી દઢા ગુણઠાણા સુધીના જીવો કહ્યા છે.
આર્તધ્યાનનું ફળ તિર્યંચગતિ છે.
આર્તધ્યાન અતિસંક્લિષ્ટ નહીં એવી કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યાવાળાને હોય છે.
આર્તધ્યાન સંસારનું કારણ છે.
(૨) રૌદ્રધ્યાન - પ્રાણીવધ વગેરેનું તીવ્ર અશુભ ચિંતન તે રૌદ્રધ્યાન. તેના ૪ ભેદ છે – (સૂત્ર-૯૩૬)
(i) હિંસાનું તીવ્ર પ્રણિધાન. (i) ગાઢ અસત્યનું પ્રણિધાન. (i) ચોરીનું તીવ્ર પ્રણિધાન. (iv) વિષયોના રક્ષણનું તીવ્ર પ્રણિધાન. રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે -
(૧) ઉત્સત્રદોષ - રૌદ્રધ્યાનના ચાર પ્રકારમાંથી એક પ્રકારમાં સતત પ્રવૃત્તિ.
(૨) બહુલદોષ - રૌદ્રધ્યાનના ચાર પ્રકારોમાં સતત પ્રવૃત્તિ.
(૩) નાનાવિધ દોષ - હિંસા વગેરેના ભિન્ન ભિન્ન પ્રયોગ વારંવાર કરવા.
(૪) આમરણદોષ - પોતાના અકાર્યથી પોતાનું કે બીજાનું મરણ થાય તો પણ અકાર્યનો પસ્તાવો ન થવો, અકાર્યથી અટકવું નહીં.
રૌદ્રધ્યાન અવિરત અને દેશવિરતને હોય છે, એટલે પહેલા ગુણઠાણાથી પાંચમા ગુણઠાણા સુધીના જીવોને હોય છે.