________________
નિક્ષેપ
(૧) નામનિક્ષેપ - વસ્તુનું નામ તે નામનિક્ષેપ છે. અથવા જે વસ્તુમાં પોતાના નામનો અર્થ ઘટતો ન હોય તે નામનિક્ષેપ છે. દા.ત. ઈન્દ્ર' એવું નામ તે ઈન્દ્રનો નામનિક્ષેપ છે. અથવા કોઈ સામાન્ય મનુષ્યનું “ઈન્દ્ર’ એવું નામ પાડવામાં આવે તો તે મનુષ્ય એ ઈન્દ્રનો નામનિક્ષેપ છે.
(૨) સ્થાપનાનિક્ષેપ - જે વસ્તુમાં અન્ય વસ્તુની સ્થાપના કરાય તે વસ્તુ તે અન્ય વસ્તુનો સ્થાપનાનિષેપ છે. સ્થાપનાનિષેપના બે પ્રકાર
(I) સદ્ભતસ્થાપનાનિક્ષેપ - જે વસ્તુમાં અન્ય વસ્તુની સ્થાપના કરાય તે વસ્તુમાં તે સ્થપાતી વસ્તુનો આકાર હોય તો તે વસ્તુ તે અન્ય વસ્તુનો સબૂત સ્થાપનાનિલેપ છે. દા.ત. ઈન્દ્રના ચિત્ર, મૂર્તિ, પૂતળા વગેરેમાં ઈન્દ્રની સ્થાપના કરાય તો તે ચિત્ર, મૂર્તિ, પૂતળા વગેરે ઈન્દ્રના સદ્ભતસ્થાપનાનિષેપ છે.
(ii) અસભૂત સ્થાપનાનિક્ષેપ - જે વસ્તુમાં અન્ય વસ્તુની સ્થાપના કરાય તે વસ્તુમાં તે સ્થપાતી વસ્તુનો આકાર ન હોય તો તે વસ્તુ તે અન્ય વસ્તુનો અસભૂત સ્થાપનાનિક્ષેપ છે. દા.ત. પુસ્તક, લાકડી વગેરેમાં ઈન્દ્રની સ્થાપના કરાય તો તે પુસ્તક, લાકડી વગેરે ઈન્દ્રના અસદ્ભતસ્થાપનાનિલેપ છે.
(૩) દ્રવ્યનિક્ષેપ - વસ્તુની ભૂતકાળની એ ભવિષ્યકાળની અવસ્થા એ તે વસ્તુનો દ્રવ્યનિક્ષેપ છે. અથવા વસ્તુના ભાવનિક્ષેપનું જે કારણ હોય તે દ્રવ્યનિક્ષેપ છે. અથવા વસ્તુના નામનો અપ્રધાન અર્થ જેમાં હોય તે દ્રવ્યનિક્ષેપ છે. દા.ત. જે સાધુ આવતા ભવમાં ઈન્દ્ર થવાના હોય તે સાધુ ઈન્દ્રનો દ્રવ્યનિક્ષેપ છે. ઈન્દ્ર ઍવીને