________________
ગંધનામકર્મ, રસનામકર્મ
૩૩૩ (૪) પીતવર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર હળદર વગેરેની જેવું પીળુ થાય તે પીતવર્ણનામકર્મ. (૫) શુક્લવર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર શંખ
વગેરેની જેવું સફેદ થાય તે શુક્લવર્ણનામકર્મ. (૧૦) ગંધનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સારી કે
ખરાબ ગંધની પ્રાપ્તિ થાય તે ગંધનામકર્મ. તેના બે ભેદ છે – (૧) સુરભિગંધનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર કપુર વગેરેની જેમ સુગંધવાળુ થાય તે સુરભિગંધનામકર્મ. (૨) દુરભિગંધનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર લસણ
વગેરેની જેમ દુર્ગધવાળુ થાય તે દુરભિગંધનામકર્મ. (૧૧) રસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે રસની
પ્રાપ્તિ થાય તે રસનામકર્મ. તેના પાંચ ભેદ છે – (૧) તિક્તરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર લીંબડા વગેરેની જેમ કડવું થાય તે તિક્તરસનામકર્મ. (૨) કટુરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર સૂંઠ, મરી વગેરેની જેમ તીખું થાય તે કટુરસનામકર્મ. (૩) કષાયરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર આમળા, બેડા વગેરેની જેમ તૂરું થાય તે કષાયરસનામકર્મ. (૪) અસ્લરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર આંબલી વગેરેની જેમ ખાટું થાય તે અશ્લરસનામકર્મ. (૫) મધુરરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર શેરડી વગેરેની જેમ મધુર થાય તે મધુરરસનામકર્મ. લવણરસનો સમાવેશ મધુરરસમાં થઈ જાય છે.