________________
દાન પ્રકરણ
સ્વ અને પર બંને ઉપર ઉપકાર કરવા માટે પોતાના અન્ન, પાણી, વસ્ત્રો વગેરે પાત્રને આપવા તે દાન. (સૂત્ર-૭/૩૩)
પાત્ર બે પ્રકારે છે
૧) અરિહંત ભગવંત - તેમને પુષ્પ, ધૂપ, દીપ વગેરે ધરવા. ૨) સાધર્મિક - તે બે પ્રકારે છે – સાધુ અને શ્રાવક. તેમને અન્ન, પાણી વગેરે આપવા.
વિધિ-દ્રવ્ય-દાતા-પાત્રની તરતમતાથી દાનધર્મમાં તરતમતા થાય છે અને તેની તરતમતાથી દાનના ફળમાં તરતમતા થાય છે. (સૂત્ર૭|૩૪)
(૧) વિધિ -
(i) દેશસમ્પત્ - દાન આપનાર અને લેનાર બંને જ્યાં ઊભા હોય તે ભૂમિ ત્રસ-સ્થાવર જીવો રહિત હોવી જોઈએ.
(ii) કાલસમ્પત્ - રાત્રે નહીં, દિવસે પણ પોતાના માટે ભોજન બનાવ્યું હોય અને ઉચિત ભોજનકાળે પીરસવા માટે ઊભા થયા હોય ત્યારે.
(iii) શ્રદ્ધા - ગુણવાનોને દાન આપવાની અભિલાષા તે શ્રદ્ધા. જેમ કે, ‘આમને આપવાથી બહુ ફળ મળે છે.' એવી શ્રદ્ધા. (iv) સત્કાર - ઊભા થવું, આસન આપવું, હર્ષપૂર્વક આપવું વગેરે.
(v) ક્રમ - આપવાની વસ્તુનો ક્રમ - જે દેશમાં જે રીતે પ્રસિદ્ધ હોય તે રીતે આપવું. પાત્રનો ક્રમ-રત્નાધિકના ક્રમે અથવા પ્રકૃષ્ટ, મધ્યમ, જઘન્ય એ ક્રમે.