________________
૨૧૪
લોકાંતિક દેવો, કૃષ્ણરાજીઓ
જીવો
ઉત્કૃષ્ટ પપાત
જઘન્ય ઉપપાત
શ્રાવક
અશ્રુત
સૌધર્મ4 સૌધર્મ
છઘસ્થ સંયત મિથ્યાષ્ટિ સાધુવેષધારી મિથ્યાદેષ્ટિ અન્યવેષધારી ચૌદ પૂર્વધર
અશ્રુત ઉપરિતન શૈવેયક અશ્રુત સર્વાર્થસિદ્ધ
વ્યંતર ભવનપતિ બ્રહ્મલોક,
• લોકાંતિક દેવો, કૃષ્ણરાજીઓ - લોકાંતિક દેવો પાંચમા બ્રહ્મલોક દેવલોકના ત્રીજા રિષ્ટ પ્રતરમાં છે. તેમનો ઉત્કૃષ્ટથી ૭-૮ ભવમાં અને જાન્યથી ર-૩ ભવમાં મોક્ષ થઈ જાય છે. માટે લોક = સંસાર, તેને અંતે રહેલ હોવાથી તેઓ લોકાંતિક દેવો કહેવાય છે. (સૂત્ર-૪/૨૫)
બ્રહ્મલોક દેવલોકના ત્રીજા પ્રતરમાં મધ્યમાં રિષ્ટ વિમાન છે. તેની ચારે દિશામાં સચિત્ત-અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ બે-બે કૃષ્ણરાજીઓ છે. તે અખાડાના આકારે છે. પૂર્વ-પશ્ચિમની કૃષ્ણરાજીઓ ઉત્તરદક્ષિણ લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. ઉત્તર-દક્ષિણની કૃષ્ણરાજીઓ પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. દરેક દિશાની અંદરની કૃષ્ણરાજી પછીની દિશાની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. ચારે દિશાની અંદરની કૃષ્ણરાજીઓ લંબચોરસ છે. પૂર્વપશ્ચિમની બહારની કૃષ્ણરાજીઓ પકોણ છે. ઉત્તર-દક્ષિણની બહારની કૃષ્ણરાજીઓ ત્રિકોણ છે.
A સૌધર્મ દેવલોકમાં શ્રાવકની જઘન્ય સ્થિતિ પલ્યોપમ છે અને સંયતની જઘન્ય સ્થિતિ પલ્યોપમપૃથક્વ છે.
]િ બૃહત્સંગ્રહણિની ગાથા ૧૬૯માં ચૌદ પૂર્વધરનો જઘન્ય ઉપધાત લાંતક દેવલોકમાં કહ્યો છે.