________________
૨૧૨
વૈમાનિક દેવોનું અભિમાન વિમાનો બે પ્રકારના છે - - ૧) આવલિકાવિષ્ટ વિમાનો - તે પંક્તિમાં રહેલા છે.
૨) પુષ્પાવકીર્ણ વિમાનો - તે પુષ્પની જેમ જ્યાં ત્યાં વેરાયેલા છે. તે ઇન્દ્રક વિમાનની પૂર્વમાં ન હોય.
દરેક પ્રતરની મધ્યમાં ઇન્દ્રક વિમાન છે અને ચારે દિશામાં આવલિકા પ્રવિષ્ટ વિમાનો છે.
ઇન્દ્રક વિમાનો ગોળ છે. આવલિકા પ્રવિષ્ટ વિમાનો ગોળ, ત્રિકોણ અને ચોરસ છે. પુષ્પાવકીર્ણ વિમાનો વિવિધ આકારના છે.
આવલિકા પ્રવિષ્ટ વિમાનોમાં ઇન્દ્રક વિમાન પછી ત્રિકોણ વિમાન, ચોરસ વિમાન, ગોળ વિમાન, ત્રિકોણ વિમાન, ચોરસ વિમાન આ ક્રમે વિમાનો આવેલા છે.
સૌધર્મ દેવલોકના પ્રથમ પ્રતરમાં દરેક દિશામાં ૬૨ આવલિકા પ્રવિણ વિમાનો છે. ઉપર ઉપરના પ્રતિરોમાં દરેક દિશામાંથી અંતિમ ૧-૧ વિમાન ઓછું થતું જાય છે. અનુત્તરમાં ચારે દિશામાં ૧-૧ વિમાન છે.
૪) અભિમાન - ઉપર ઉપરના દેવોને સ્થાન, પરિવાર, શક્તિ, અવધિજ્ઞાનનો વિષય, ઇન્દ્રિયોનો વિષય, સંપત્તિ, આયુષ્ય - આ બધાને વિષે અલ્પ અભિમાન છે.
શ્વાસોચ્છવાસ-આહાર - ઉપર ઉપરના દેવો ઘણા કાળે શ્વાસોચ્છવાસ લે છે. ઉપર ઉપરના દેવો ઘણા કાળે આહાર લે છે.
• મૈથુનના નિષેધ સિવાય જિનેશ્વરોએ કોઈ પણ વસ્તુના અનુજ્ઞા
કે પ્રતિષેધ એકાંતે કરેલ નથી, કેમકે મૈથુનનું પાપ રાગ-દ્વેષ વિના થઈ શકતું નથી.