________________
વૈમાનિક દેવોની શરીરની અવગાહના
૨૦૯
દેવો પૂર્વના મિત્ર વગેરે માટે ત્રીજી નરકપૃથ્વી સુધી જાય છે. તેની આગળની નરકપૃથ્વીમાં ગતિનો વિષય હોવા છતાં તેઓ જતા નથી.
ઉપર ઉપરના દેવોના પરિણામ વધુ ને વધુ શુભ હોય છે અને તેઓ વધુ ને વધુ ઉદાસીન હોય છે. તેથી જિનવંદનાદિ સિવાય તેઓ ગતિ કરતા નથી. તેથી ઉપર ઉપરના દેવોની ગતિ ઓછી હોય છે.
૨) શરીરની અવગાહના - ઉપર ઉપરના દેવોની શરીરની અવગાહના અલ્પ હોય છે. દેવલોક
ઉત્કૃષ્ટ અવગાહના સૌધર્મ, ઇશાન
૭ હાથ સનકુમાર, માહેન્દ્ર
૬ હાથ બ્રહ્મલોક, લાંતક
૫ હાથ મહાશુક્ર, સહસ્રાર
૪ હાથ આનત, પ્રાણત, આરણ, અય્યત | ૩ હાથ ૯ રૈવેયક
૨ હાથ ૫ અનુત્તર
૧ હાથ જઘન્ય અવગાહના બધા દેવલોકમાં અંગુલનો અસંખ્યાતમો ભાગ પ્રથમ સમયે હોય છે.
દુનિયાનો કોઈ અગ્નિ એવો નથી જે સ્મરણ માત્રથી જીવને બાળે, જ્યારે સ્ત્રીના રૂપ રૂપી અગ્નિ એવો છે કે એનું સ્મરણ પણ જીવના ગુણોને, શુભ ભાવોને, શુભ લેશ્યાને અને પુણ્યના થોકે થોકને બાળી નાંખે છે, નરકાદિ ગતિમાં લઈ જાય છે. મરણ એટલે શરીર બદલવાની પ્રક્રિયા. એમાં આત્માએ કશું ગુમાવવાનું નથી, તો પછી મરણનો ભય શા માટે ?