________________
. ભવનપતિદેવ પ્રકરણ - ભવનપતિદેવો - તેમના રહેવાના સ્થાનો ભૂમિમાં હોવાથી તે સ્થાનોને ભવન કહેવાય છે. તેઓ ભવનમાં રહેવાના સ્વભાવવાળા હોવાથી તેમને ભવનપતિદેવો કહેવાય છે.
રત્નપ્રભા પૃથ્વીની ૧,૮૦,૦00 યોજન જાડાઈના ઉપરના અને નીચેના ૧,૦૦૦-૧,000 યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં ભવનપતિ દેવો રહે છે. તેઓ દશ પ્રકારના છે - (સૂત્ર-૪/૩,૪/૧૧) ૧) અસુરકુમાર - તેઓ ઘન શરીરવાળા છે. તેમના બધા અંગોપાંગ
સુંદર છે. તેઓ મોટા શરીરવાળા છે. તેઓ
રત્નવાળા મુગટથી શોભે છે. ૨) નાગકુમાર - તેમના મસ્તક-મુખ વધુ સુંદર છે. તેઓ કોમળ અને
સુંદર ગતિવાળા છે. ૩) વિદ્યુકુમાર - તેઓ સ્નિગ્ધ અને દેદીપ્યમાન છે. ૪) સુપર્ણકુમાર- તેમના ગળુ-છાતી વધુ સુંદર છે. ૫) અગ્નિકુમાર - તેઓ માન-ઉન્માન-પ્રમાણથી યુક્ત અને
દેદીપ્યમાન છે. ૬) વાયુકુમાર - તેઓ સ્થિર, પુષ્ટ અને ગોળ શરીરવાળા છે. તેમનું
પેટ નીચું છે. ૭) સ્વનિતકુમાર - તેઓ સ્નિગ્ધ છે. તેઓ સ્નિગ્ધ અને ગંભીર
પ્રતિધ્વનિ અને મહાનાદ કરે છે. ૮) ઉદધિકુમાર - તેમના સાથળ અને કેડ વધુ સુંદર છે.
D બૃહત્સંગ્રહણિની ગાથા-૪રની ટીકામાં આમને સુવર્ણકુમાર કહ્યા છે.
સુ* *