________________
પુષ્કરવરાર્ધદીપ
૧૬૫ મુજબ છે. ચક્રના આરાના આકારના વર્ષધરપર્વતો છે. ચક્રના આરાના છિદ્રના આકારના ક્ષેત્રો છે. બધા વર્ષધરપર્વતોની ઊંચાઈ નિષધપર્વતની ઊંચાઈ સમાન એટલે કે ૪00 યોજન છે. ધાતકીખંડદ્વીપમાં જંબૂદ્વીપ કરતા બમણા ક્ષેત્રો, પર્વતો, નદીઓ વગેરે છે. • પુષ્કરવરાર્ધ દ્વીપ - (સૂત્ર-૩/૧૩)
પુષ્કરવરાર્ધ દ્વીપની બધી હકીકત ધાતકીખંડ દ્વીપની જેમ જાણવી. તે કાલોદ સમુદ્રને વીંટાયેલ છે. તેનો વિસ્તાર ૮,૦૦,૦00 યોજન છે. તેમાં ક્ષેત્રો, પર્વતો વગેરે જંબૂદ્વીપ કરતા બમણા છે.
પુષ્કરવરાઈ દ્વિપના બે વિભાગ છે- અત્યંતર પુષ્કરવરાર્ધદ્વીપ અને બાહ્ય પુષ્કરવરાર્ધદ્વીપ. આ બન્ને વિભાગો ચાર લાખ યોજન પહોળા છે. અત્યંતર પુષ્કરવરાર્ધ દ્વીપ પછી બાકીના બાહ્ય પુષ્કરવરાર્ધ દ્વિીપમાં સુવર્ણમય માનુષોત્તરપર્વત છે. તે ૧,૭૨૧ યોજન ઊંચો અને ૪૩૦ ૧/૪ યોજન ઊંડો છે. તે મૂળમાં ૧,૦૨૨ યોજન પહોળો છે, વચ્ચે ૭૨૩ યોજન પહોળો છે અને ઉપર ૪૨૪ યોજન પહોળો છે. તે બેઠેલા સિંહના આકારનો છે. • હે કામ ! તારું ઉત્પત્તિસ્થાન જાણું છું કે તું વિચારમાંથી ઉદ્ભવે
છે. તો હું કામવાસનાનો વિચાર નહીં કરું. એટલે તું પણ જન્મી જ નહીં શકે.
આ ઉપરથી સ્પષ્ટ છે કે મનને એવા વિચારોમાં ન જવા દેવું જોઈએ. પણ નવરું મન ત્યાં ગયા વિના રહે નહીં. તેથી મનને એક ક્ષણ પણ નવરું ન પડવા દેવા માટે એને શાસ્ત્રપદાર્થોની પવિત્ર વિચારણામાં રમતું રાખવું જોઈએ.
A બ્રહક્ષેત્રસમાસની ગાથા ૫૨૬માં ધાતકીખંડના વર્ષધરપર્વતોની ઊંચાઈ જંબૂદીપના વર્ષધરપર્વતોની ઊંચાઈ તુલ્ય કહી છે.