________________
૧૪૩
નદીઓ, વૃત્તવૈતાઢ્ય પર્વતો • નદીઓ -
પદ્મદ્રહના પૂર્વતોરણથી ગંગાનદી નીકળે છે, તે ગંગાવર્તનકૂટ પાસે ર ગાઉ આગળથી વળાંક લઈને દક્ષિણ તરફ વહી પર્વતના છેડા સુધી આવી જલ્લિકામાંથી ગંગાપ્રપાતકુંડમાં પડે છે. પછી તે ઉત્તરભરતાર્ધમાં દક્ષિણ તરફ વહે છે. પછી ખંડપ્રપાતગુફાની પૂર્વ બાજુએ વૈતાઢ્યને નીચેથી ભેદી, તે દક્ષિણભરતાર્થના મધ્યભાગથી પૂર્વ તરફ વળે છે અને પૂર્વ સમુદ્રને મળે છે.
પદ્મદ્રહના પશ્ચિમ તોરણથી સિંધુ નદી નીકળે છે. તે સિંખ્વાવર્તનકૂટ પાસે ૨ ગાઉ આગળથી વળાંક લઈને દક્ષિણ તરફ વહી પર્વતના છેડા સુધી આવી જીદ્વિકામાંથી સિંધુપ્રપાતકુંડમાં પડે છે. પછી તે ઉત્તરભરતાર્ધમાં દક્ષિણ તરફ વહે છે. પછી તિમિસ્રાગુફાની પશ્ચિમ બાજુએ વૈતાઢ્યને નીચેથી ભેદી, તે દક્ષિણભરતાર્થના મધ્યભાગથી પશ્ચિમ તરફ વળે છે અને પશ્ચિમ સમુદ્રને મળે છે.
રતા નદીની બધી હકીક્ત ગંગાનદી પ્રમાણે જાણવી. રક્તવતી નદીની બધી હકીકત સિંધુ નદી પ્રમાણે જાણવી.
શેષ નદીઓમાંથી ક્ષેત્રની દક્ષિણ તરફના દ્રહોમાંથી નીકળતી નદીઓ ઉત્તર તરફ વહે છે. તે મેરુપર્વત કે વૃત્તવૈતાદ્યપર્વતથી પશ્ચિમ તરફ વળી ક્ષેત્રના બે ભાગ કરી પશ્ચિમ સમુદ્રને મળે છે. ક્ષેત્રની ઉત્તર તરફના દ્રહોમાંથી નીકળતી નદીઓ દક્ષિણ તરફ વહે છે. તે મેરુપર્વત કે વૃત્તવૈતાદ્યપર્વતથી પૂર્વ તરફ વળી ક્ષેત્રના બે ભાગ કરી પૂર્વસમુદ્રને મળે છે. •વૃત્તવૈતાઢ્ય પર્વતો - હિમવંત ક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, રમ્યક ક્ષેત્રની મધ્યમાં ગોળાકાર વૃત્તવૈતાઢ્ય પર્વતો છે. તેમના નામ ક્રમશ: શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાપાતી, માલ્યવંત છે. તે સર્વત્ર