________________
૧૩૨
દિશ-વિદિશા વ્યવહારમત તેમના બીજા નામો ક્રમશઃ ઉત્તરપૂર્વ, દક્ષિણપૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ છે. તે ૧-૧ આકાશપ્રદેશની રચનાવાળી છે. તે મોતીની સેરના આકારની છે. તે સાદિ અનંત છે. વિજયદ્વારની દિશા તે પૂર્વ દિશા છે. ત્યાર પછી પ્રદક્ષિણા ક્રમે એટલે કે જમણી બાજુથી ફેરો ફરતા ક્રમશઃ નીચે પ્રમાણે દિશા-વિદિશા આવેલી છે – પૂર્વ, આગ્નેયી, દક્ષિણ, નૈઋતી, પશ્ચિમ, વાયવ્યા, ઉત્તર, ઈશાની. તે આઠચક પ્રદેશોની ઉપર ચાર પ્રદેશની આદિવાળી વિમલા દિશા છે. તે આઠ રુચક પ્રદેશોની નીચે ચાર પ્રદેશની આદિવાળી તમા દિશા છે.
વ્યવહારમતે - '
જે ક્ષેત્રમાં જે દિશામાં સૂર્ય ઊગે તે પૂર્વ, જે દિશામાં સૂર્ય આથમે તે પશ્ચિમ, જે દિશામાં રહી કર્કથી ધન સુધીની રાશીઓને સૂર્ય ચરે તે દક્ષિણ, જે દિશામાં રહી મકરથી મિથુન સુધીની રાશિઓને સૂર્ય ચરે તે ઉત્તર. આ દિશાઓના સંયોગથી વિદિશાઓ થાય છે. તેમજ ઉપરની અને નીચેની દિશાઓ છે.
વ્યવહારમતની દિશાઓની અપેક્ષાએ મેરુપર્વત બધા ક્ષેત્રોની ઉત્તરમાં છે. • ક્ષેત્રો-પર્વતો - (સૂત્ર-૩/૧૦, ૩/૧૧)
જંબૂદ્વીપમાં સાત ક્ષેત્રો અને છ વર્ષધર પર્વતો છે. વર્ષધર પર્વતો બે-બે ક્ષેત્રોની વચ્ચે આવેલા છે. તેઓ તે તે ક્ષેત્રોનો વિભાગ કરે છે. બધા ક્ષેત્રો-પર્વતો પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ પહોળા છે. સૌથી દક્ષિણમાં ભરતક્ષેત્ર છે. ત્યારપછી ઉત્તર તરફ ક્રમશઃ લઘુહિમવંતપર્વત, હિમવંત હૈમવતીક્ષેત્ર, મહાહિમવંતપર્વત, હરિવર્ષક્ષેત્ર, નિષધપર્વત, મહાવિદેહક્ષેત્ર, નીલવંતપર્વત, રમ્યકક્ષેત્ર, રુક્ષ્મીપર્વત, હિરણ્યવંત(હરણ્યવત)ક્ષેત્ર, શિખરી પર્વત, ઐરાવતક્ષેત્ર છે.