________________
તિથ્વલોક પ્રકરણ
તિષ્ણુલોકની મધ્યમાં ૧ લાખ યોજન લંબાઇ-પહોળાઈવાળો વૃત્તાકાર જબૂદ્વીપ છે. તે થાળી આકારનો છે. ત્યાર પછી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી બમણી બમણી પહોળાઈવાળા, પૂર્વ-પૂર્વના દ્વીપસમુદ્રને વીંટાયેલા, વલયાકાર, શુભ નામવાળા અસંખ્ય દ્વીપો-સમુદ્રો આવેલા છે. દ્વીપ પછી સમુદ્ર છે, સમુદ્ર પછી દ્વીપ છે. એમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું. (સૂત્ર-૩/૭, ૩/૮). કેટલાક દ્વીપો-સમુદ્રોના નામો - ૧) જંબૂઢીપ ૭) વણવરદ્વીપ ૧૩) ઇસુવર દ્વીપ ૨) લવણોદ સમુદ્ર ૮) વરુણોદ સમુદ્ર ૧૪) ઈક્ષવરોદ સમુદ્ર ૩) ધાતકીખંડ દીપ ૯) ક્ષીરવર દ્વીપ ૧૫) નંદીશ્વર દ્વીપ ૪) કાલોદ સમુદ્ર ૧૦) ક્ષીરોદ સમુદ્ર ૧૬) નંદીશ્વરોદ સમુદ્ર ૫) પુષ્કરવર દ્વીપ ૧૧) વૃતવર દ્વીપ ૧૭) અરુણવર દ્વીપ ૬) પુષ્કરોદ સમુદ્ર ૧૨) વૃતોદ સમુદ્ર ૧૮) અરુણવરોદ સમુદ્ર
આમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્ય દ્વીપો-સમુદ્રો છે.
જંબૂદ્વીપ - જંબૂતીપની ચારે બાજુ ફરતો એક કિલ્લો છે. તેને જગતી કહેવાય છે. તે જગતિની મધ્યમાં ચારે બાજુ ફરતુ એક ગવાક્ષકટક (જાળી) છે. જગતીની ઉપર મધ્યમાં વલયાકારે એકપદ્મવરવેદિકા છે. તે વેદિકાની બહાર અને અંદર વલયાકારે ૧-૧ વનખંડ છે. જગતીની ચારે દિશામાં ૧-૧ દ્વાર છે. તે આ પ્રમાણે – પૂર્વમાં વિજયદ્વાર, ઉત્તરમાં વૈજયંતદ્વાર, પશ્ચિમમાં જયંતદ્વાર અને દક્ષિણમાં અપરાજિતદ્વાર. (સૂત્ર-૩૯)
સંપત્તિનો અતિરેક વિપત્તિ છે.