________________
ચૌદ રાજલોકનું સ્વરૂપ
૧૦૧ ઉપરના તલથી શર્કરામભાના ઉપરના તલ સુધી છઠ્ઠ રજજુ છે. શર્કરા પ્રભાના ઉપરના તલથી રત્નપ્રભાના ઉપરના તલ સુધી સાતમુ રજુ છે. રત્નપ્રભાના ઉપરના તલથી સૌધર્મ દેવલોકના ઉપરના અંત સુધી આઠમુ રજુ છે. સૌધર્મ દેવલોકના ઉપરના અંતથી માહેન્દ્ર દેવલોકના ઉપરના અંત સુધી નવમુ રજુ છે. માહેન્દ્ર દેવલોકના ઉપરના અંતથી લાંતક દેવલોકના ઉપરના અંત સુધી દસમુ રજુ છે. લાંતક દેવલોકના ઉપરના અંતથી સહસ્ત્રાર દેવલોકના ઉપરના અંત સુધી અગિયારમું રજુ છે. સહસ્ત્રાર દેવલોકના ઉપરના અંતથી અશ્રુત દેવલોકના ઉપરના અંત સુધી બારમુ રજુ છે. અય્યત દેવલોકના ઉપરના અંતથી નવમા ગ્રેવેયકના ઉપરના અંત સુધી તેરમુ રજુ છે. નવમા રૈવેયકના ઉપરના અંતથી લોકના ઉપરના અંત સુધી ચૌદમુ રજુ છે. આ આવશ્યકસૂત્રની નિર્યુક્તિ અને ચૂર્ણિનો અભિપ્રાય છે. ભગવતીસૂત્રના અભિપ્રાયે રત્નપ્રભાપૃથ્વીની નીચે ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશનો અસંખ્યાતમો ભાગ મૂક્યા પછી લોકનો મધ્યભાગ આવેલ છે. તેથી અધોલોક સાધિક ૭ રજુ પ્રમાણ છે અને ઊર્ધ્વલોક ન્યૂન ૭ રજ્જુ પ્રમાણ છે.
યોગશાસ્ત્રવૃત્તિ, લોકનાલિસ્તવ વગેરેના અભિપ્રાયે સમભૂતલથી સૌધર્મ દેવલોક સુધી દોઢ રજુ છે, માહેન્દ્ર દેવલોક સુધી અઢી રજુ છે, બ્રહ્મલોક દેવલોક સુધી સાડાત્રણ રજુ છે, સહમ્રાર દેવલોક સુધી ચાર રજુ છે, અય્યત દેવલોક સુધી પાંચ રજુ છે, રૈવેયક સુધી છે રજુ છે અને લોકાંત સુધી સાત રજુ છે.
બૃહત્સંગ્રહણીના અભિપ્રાયે સમભૂતલથી સૌધર્મ દેવલોક સુધી દોઢ રજુ છે, માહેન્દ્ર દેવલોક સુધી અઢી રજુ છે, સહસ્રાર દેવલોક સુધી પાંચ રજુ છે, અય્યત દેવલોક સુધી છ રજુ છે અને લોકાંત સુધી સાત રજુ છે. પ્રશ્ન - લોક કેટલો મોટો છે?
જવાબ - છ દેવો જંબૂદીપના મેરુપર્વતની ચૂલિકા ઉપર ઊભા છે. ચાર દિÉમારીઓ જંબૂદ્વીપના ચાર દરવાજે બહારની તરફ મુખ રાખીને