SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ મન-કર્મની વર્ગણા ૯૩ મનની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની મનની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. મનની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની મનની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મનની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. મનની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. કર્મની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની કર્મની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. કર્મની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની કર્મની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની કર્મની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. આમ ઔદારિક વગેરે દરેકની ત્રણ-ત્રણ પ્રકારની વર્ગણાઓ થઈ. અગ્રહણયોગ્ય, ગ્રહણયોગ્ય અને અગ્રહણયોગ્ય. પહેલી અગ્રહણયોગ્ય
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy