SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગણા પ્રકરણ : • ઔદારિક વગેરેની ગ્રહણયોગ્ય - અગ્રહણયોગ્ય વર્ગણાઓ - લોકમાં જેટલા ૧-૧ પરમાણુ છે, તેમની ૧ વર્ગણા છે. બે-બે પ્રદેશોવાળા સ્કંધોની ૧ વર્ગણા છે. ૩-૩ પ્રદેશોવાળા સ્કંધોની ૧ વર્ગણા છે. એમ સંખ્યાતા પ્રદેશોવાળા સ્કંધોની સંખ્યાતી વર્ગણા છે. અસંખ્યાતા પ્રદેશોવાળા સ્કંધોની અસંખ્યાતી વર્ગણા છે. અનંતા પ્રદેશોવાળા સ્કંધોની અનંતી વર્ગણા છે. આ બધી વર્ગણાઓ અલ્પ પ્રદેશવાળી અને સ્કૂલ હોવાથી જીવને માટે અગ્રહણયોગ્ય છે. અનંતાનંત પ્રદેશવાળા અનંત સ્કંધોની અનંતાનંત વર્ગણાઓમાંથી કેટલીક વર્ગણાઓ અગ્રહણયોગ્ય છે અને કેટલીક વર્ગણાઓ ગ્રહણયોગ્ય છે. ઔદારિકની ગ્રહણયોગ્ય વર્ગણા - અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા પ્રદેશવાળા સ્કંધોની વર્ગણા તે ઔદારિકની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. ઔદારિકની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઔદારિકની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની ઔદારિકની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે. ઔદારિકની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુને અભવ્ય કરતાં અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વણાઓ છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy