________________
૮૨
આહારક શરીર લબ્ધિથી ઉત્પન્ન થતું વૈક્રિય શરીર કેટલાક ગર્ભજ મનુષ્યો, કેટલાક ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને કેટલાક પર્યાપ્યા બાદર વાયુકાયને હોય છે. મનુષ્યો અને તિર્યંચોના લબ્ધિપ્રત્યય વૈક્રિયશરીરની અવગાહના જીવો
લધિપ્રત્યય વક્રિય શરીરની
જઘન્ય અવગાહના | ઉત્કૃષ્ટ અવગાહના | ગર્ભજ મનુષ્ય | અંગુલ/સંખ્યાત | સાધિક ૧ લાખ યોજન ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અંગુલસંખ્યાત |૨૦૦ થી ૯૦૦ યોજના પર્યાપ્ત બાદર વાયુકાય અંગુલીઅસંખ્ય |અંગુલીઅસંખ્ય
૩) આહારક શરીર- (સૂત્ર-૨/૪૯) પુદ્ગલવિપાકી આહારકશરીરનામકર્મના ઉદયથી થયેલ, અતિશુભ-શુક્લ-વિશુદ્ધ એવા આહારક વર્ગણા યોગ્ય પુદ્ગલોથી બનેલ, વિશિષ્ટ પ્રયોજન માટે જે શરીર બનાવાય તે આહારક શરીર. આહારક શરીરની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. આહારક શરીરની જઘન્ય અવગાહના દેશોન ૧ હાથ છે અને ઉત્કૃષ્ટ અવગાહના ૧ હાથ છે. આહારક શરીર સમચતુરગ્નસંસ્થાનવાળુ છે. એ હિંસાદિ પાપોમાં પ્રવર્તતું નથી. એ હિંસાદિની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતું નથી. એ કોઈને હણતું નથી. એ કોઈનાથી હણાતું નથી. એ કોઈનાથી અલના પામતું નથી. ચૌદ પૂર્વધર મહાત્માને અતિગહન એવા કોઈક પદાર્થમાં શંકા પડે ત્યારે આહારક શરીર બનાવી મહાવિદેહક્ષેત્રમાં ભગવાન પાસે જઈ પોતાની શંકા પૂછી તેનું સમાધાન મેળવે. ચૌદ પૂર્વધર મહાત્મા તીર્થંકરની ઋદ્ધિ જોવા આ શરીર બનાવી મહાવિદેહક્ષેત્રમાં જાય અને પ્રભુની ઋદ્ધિ જુવે. તે અંતર્મુહૂર્ત પછી અહીં આવી આહારક શરીરનું વિસર્જન કરે.
(૪) તૈજસ શરીર - પુદ્ગલવિપાકી તૈજસશરીરનામકર્મના ઉદયથી થયેલ અને તૈજસ વર્ગણાના પુગલોનું બનેલું હોય તે તૈજસ શરીર. જો