________________
રુચિવાળા જીવો માટે પણ આ પુસ્તક ઉપાદેય છે, કેમકે પદાર્થોના નિરૂપણમાં તે તે સૂત્રોના નંબરો મૂક્યા છે. આમ આ પુસ્તક બધા જીવો માટે ઉપયોગી છે.
[ આ ગ્રંથમાં મુખ્યતયા જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ સાત તત્ત્વોનું વર્ણન કર્યું છે. તેમાં જીવ અને અજીવ જાણવા યોગ્ય છે. આસ્રવ અને બંધ છોડવા યોગ્ય છે. સંવર, નિર્જરા અને મોક્ષ આદરવા યોગ્ય છે.
આ ગ્રંથ માત્ર વાંચી જવાનો નથી. આ ગ્રંથને વાંચીને તેના પદાર્થો બરાબર સમજવાના છે, તે પદાર્થો ઉપર મજબુત શ્રદ્ધા ઊભી કરવાની છે, તે પદાર્થો કહેનાર પરમાત્મા ઉપર અત્યંત બહુમાન ઊભું કરવાનું છે, તે પદાર્થોને કંઠસ્થ કરી તેમનો દરરોજ પાઠ કરવાનો છે, તે પદાર્થોને જીવનમાં ઉતારવાના છે. તેના દ્વારા હેયને છોડીને - ઉપાદેયને આદરીને આત્માને તેના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવાની છે. આટલું થશે તો જ આ ગ્રંથનો સંપૂર્ણ અભ્યાસ થશે, અન્યથા અધુરો રહેશે. બધાએ તે માટે અવશ્ય પ્રયત્નશીલ બનવું.
પરમ પૂજય પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા , પરમ પૂજય પ્રગુરુદેવ વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય ગુરુદેવ સમતાસાગર પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજા - આ ત્રણે ગુરુદેવોની અચિંત્ય કૃપાના બળે જ આ કાર્ય સંપન્ન થયું છે. આ ત્રણે ગુરુદેવોના ચરણોમાં અનંતશઃ વંદના. આ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેની ક્ષમા યાચું છું.
આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ જીવો મુક્તિસુખને વરે એ જ અભ્યર્થના. ફાગણ સુદ-૫,
- પરમ પૂજ્ય સંયમૈકનિષ્ઠ વીર સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯ ના
પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી ઈ.સ. ૧૬-૩-૨૦૧૩, પાવાપૂરી તીર્થધામ (રાજ.)
મહારાજનો ચરણકજમધુકર આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ