________________
( પર ) નયમાર્ગદર્શક છે. આપને ઉપદેશરૂપી શીતલચંદ્ર મારી શંકાઓના અંધકારને દૂર કરતે જાય છે.
* આનંદસૂરિ હદયમાં પ્રસન્ન થઈને બોલ્યા–ભદ્ર નયચંદ્ર, ૫યયાર્થિક નયને ત્રીજો ભેદ સમભિરૂઢ નય છે. તે સાત નમાં છઠ નય ગણાય છે. એક વસ્તુનું સંક્રમણ જ્યારે બીજી વસ્તુમાં થાય, ત્યારે તે વસ્તુ અવસ્તુ થઈ જાય છે. આ મત સમધિરૂઢ નયને છે. આ નય એવું પણ માને છે કે, વાચકના ભેદથી વાગ્ય-અર્થને ૫ શુ ભેદ થાય છે. જેમકે, ઇંદ્ર એ શબ્દરૂપ વસ્તુનું સંક્રમણ શક શબ્દમાં થાય, ત્યારે ઇંદ્ર વાચક શબ્દ જુદે થાય છે, એટલે કે શબ્દ ને અર્થ એશ્વર્યવાલે, શક શબ્દને અર્થ શક્તિવાલે અને પુરંદર શબ્દને અર્થ શત્રુના નગરને નાશ કરનાર થાય છે. તે બધા શબ્દ ઈંદ્ર વાચક છે, પણ તેના વાગ્ય–અર્થ જુદાં જુદાં હેવાથી તે જુદા જુદા છે, એમ સમભિરૂઢ નય માને છે.
જિજ્ઞાસુ –ભગવન, કદિ એ બધા શબ્દને એકાઈ માને તે તેમાં શેષ આવે?
સૂરિવર-વત્સ જિજ્ઞાસુ, જો એ બધા શબ્દને એકાર્થ માને તે તેમાં અતિ પ્રશંગ દૂષણ આવે, અને તે દૂષણને લઈને ઘર વ. ગેરે શબ્દોને પણ એક અર્થ થવાને પ્રસંગ આવે, અને જ્યારે તે પ્રસંગ ઘટે તે પછી ઇંદ્ર શબ્દ અને શક શબ્દને એકજ અર્થ થાય અને તે એક અર્થ હેવાથી ઈદ્ર એ ઐશ્વર્યને જણાવનાર શબ્દ શકન–શક્તિને જણાવનાર શક શબ્દમાં સંક્રમિત થવાથી તે બંને એકરૂપ થઈ જાય, તે તે શબ્દની ખુબી ઉડી જાય છે, તેથી તેમ થવું ન જોઈએ, કારણ કે, ઈદ્ર શબ્દને અર્થ જે અન્વયે વાચક છે, તે શક્તિ અર્થને જણાવનારા શક શબ્દના અર્થને પર્યાય થઈ શકે નહીં. જો એમ થાય તે સર્વ પયાની અંદર સંકર (મિશ્રણ) પણાને દેષ આવે અને તે દેષને જ અતિ પ્રસંગ દૂષણ કહે છે.
જિજ્ઞાસુ, ભગવન, મારા હૃદયની શંકા દૂર થઈ ગઈ છે અને