________________
( ૧૨ ) નયમાર્ગદર્શક માટેજ હું વિહાર કરીને આવ્યો છું. તેથી જે શંકા ઉત્પન્ન થાય તે પ્રગટ કરે. વારંવાર તે વિષે મારી આજ્ઞા લેવાની જરૂર નથી.
નયચંદ્ર ખુલ્લા હૃદયથી બે –ભગવન, આપે જે દ્રવ્યના સામાન્ય અને વિશેષ સ્વભાવે કહ્યા, તે બધા ન માનીએ તે શે દેષ આવે? તે કૃપા કરી જણાવશે.
સૂરિવર ઉત્સાહ લાવીને બેલ્યા–ભદ્ર નયચંદ્ર, જે વાદી ઉપ૨ કહેલા દ્રવ્યના સ્વભાવને માને નહીં, તેના મતમાં ઘણાં દૂષણ આવે છે. તે હું કહું તે સાંભળે—જે દ્રવ્યને એકાંતે અતિ સ્વભાવ માને અને નાસ્તિ સ્વભાવ ન માને તે સર્વ પદાર્થમાં સંકર વગેરે દૂષણે લાગે છે, કારણ કે, તેમ માનવાથી સર્વ દ્રવ્યની જુદી જુદી નિયત સ્વરૂપવસ્થા નહીં થાય અને તેથી જગત્ એક રૂપ થઈ જાય છે. અને જેથી તે વાત સર્વ શાસ્ત્ર તથા વ્યવહારની વિરૂદ્ધ બને છે, તેથી બીજા ૫દાર્થની અપેક્ષાએ દ્રવ્યને નાસ્તિ સ્વભાવ પણ માને જોઈએ. તેમ જે એકાંતે દ્રવ્યને નાસ્તિ સ્વભાવ માને તે જગતું બધું શૂન્ય થઈ જાય, તેથી એમ પણ માનવું ન જોઈએ.
જે એકાંત દ્રવ્યને નિત્ય માને તે અર્થ ક્રિયાકારિત્વાને અભાવ થઈ જાય, જેથી દ્રવ્ય પરંપરા વગર નાશ પામી જાય. જો એકાંત અનિત્ય માને તે પણ દ્રવ્યને નિરન્વય નાશ થશે. જે એકાંત એક સ્વભાવ માને તે વિશેષને અભાવ હોવાથી અનેક સ્વભાવ વિના મૂળ સત્તારૂપ સામાન્યને પણ અભાવ થઈ જાય, કારણ કે વિશેષ વિના સામાન્ય અને સામાન્ય વિના વિશેષ ગધેડાના શીંગડાની જેમ અસત્ થઈ જાય. જે દ્રવ્યને એકાંતે અનેક રૂપ માને તે દ્રવ્યને અભાવ થશે. નિરાધાર હોવાથી તેમજ આધાર આધેયના અભાવથી દ્રવ્યને અભાવ થ જોઈએ. જે દ્રવ્યને એકાંત ભેદ માને તે વિશેષના આધાર વિના તેના ગુણપર્યાયને બંધ ન થાય કારણ કે, આધારાધેયના અભેદ વિના બી જે સંબંધ ઘટી શકે નહી. તેથી દ્રવ્યની અંદર રહેલ અર્થ અને કિયાના અભાવથી દ્રવ્યને અભાવ થઈ