________________
નયમાર્ગદર્શક
( ક્ ')
આધાના હૃદયમાં આહુતધર્મના તત્ત્વનું ઉત્તમ જ્ઞાન આરૂઢ થયું હતું, તેથી તેણીના હૃદયમાં સ`ખા ક'ખા વગેરે દોષોને અવકાશ મળતે નહેાતા, તેણીના દઢ હૃદયમાં તત્ત્વના નિશ્ચય અચળપણે ધ ચેલે હતા.
તે કુટુબ જ્યારે તત્ત્વની ચર્ચા કરવાને બેસતુ, તે વખતે શ કાશીલ નયચ'દ્ર અનેક પ્રકારની શકાએ કરતા અને તે ઢોષને લઈને તે પ તત્ત્વના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નહાતા. શ`કા વગરની તેની શ્રી સુમેાધા ઘણીવાર વિનય અને પ્રાર્થના સાથે પેાતાના શકાશીલ પતિને સમજાવતી તાપણુ નયચ'દ્ર પોતાના આગ્રહને વશ થઇ તે વાત માન્ય કરતા નહાતા.
એક વખતે ચૈત્ર માસની પૂર્ણિમાના પર્વને વિષે નયચંદ્ર પાતાના કુટુ બને લઇને સિદ્ધગિરિની યાત્રા કરવાને ગયા, તે શ‘કાશીલ હતા, તથાપિ આ તધના પર પરાના સસ્કાશને લઈને તેણે શુદ્ધ હુદયથી યાત્રા કરવા માંડી. હૃદયમાં શંકા આવતી છતાં પૂના સસ્કાર મળે આસ્તાના અકુરોને પ્રગટાવતા નયચંદ્ર તે મહાપ`ણીને દ્વિ વસે સિદ્ધગિરિના શિખર ઉપર આરૂઢ થયા. ત્યાં જઈ તેણે સ્નાન કરી આદિનાથ પ્રભુની પૂજા કરવાની પ્રવૃત્તિ કરવા માંડી. તેની શુદ્ધ શ્રા વિકા સુમેધા અને પુત્ર જિજ્ઞાસુ પણ તેની સાથે સ્નાનાદિ કરી પૂજા કરવાને તત્પર થયા. સ કુંટુબ પ્રભુની પૂજા ભક્તિમાં તલ્લીન થયું, અને તેમણે વિવિધ ભાવનાથી પ્રભુની પૂજા ભક્તિ કરી.
આ વખતે નયચ ૢ ત્રિભુવન નાયક આદીશ્વર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરી—“ હે દયાનિધિ, હૈ સુરાસુરપૂજ્ય, હું મહેાપકારી પ્રભુ, આ શકિત શ્રાવકને શરણુ આપે, આપના પ્રરૂપેલે સ્યાદ્વાદ સિદ્ધાં ત મારા શકિત હૃદયમાં આરૂઢ થતા નથી, મને તે ઉપર પૂર્ણ શ્રદ્ધા છે, છતાં મારૂં શુદ્ધ હૃદય તે વિષે શ’કા કર્યાં કરે છે. હે નાથ, આપ કરૂણાના સાગર છે, આપના તે સિદ્ધાંતનું સ્વરૂપ અને પ્રત્યક્ષ દર્શાવે, અને મારા હૃદયમાં ઉત્પન્ન થતું શંકા જાળ દૂર કરી.