________________
––(ર૬૩)
અંધકારમાં ડુબીએ છીએ-હિંસા ધર્મરૂપ હોય એવું કદી થયું નથી અને થશે પણ નહિ” વળી, મર્યા પછી બીજા જન્મને પામેલા જીવોની તૃપ્તિને માટે શ્રાદ્ધ વિગેરે કરવું, એ તે તદ્દન અવિચારી કામ છે. એઓના જ સેબતીઓ કહે છે –“જે મરેલા જીવોને પણ શ્રાદ્ધવડે તૃપ્તિ થતી હોય તો ઓલવાઈ ગએલા દીવાની સગને તેલ કેમ ન વધારી શકે ?” એ પ્રમાણે મીમાંસકમતમાં પરસ્પર વિરોધવાળી પુરાણુની હકીકતો ઘણું છે અને એ બધીને “સંદેહસમુચ્ચય' નામના ગ્રંથથી સમજી લેવાની છે.
તથા જે ભટ્ટના મતવાળા જ્ઞાનને પરોક્ષ જ માને છે અને તે માનવાનું કારણ–ક્રિયાને વિરોધ જણાવે છે તે પણ બરાબર નથી. જે તેઓ એમ જણાવતા હોય કે જ્ઞાન પદાર્થોને જણાવે છે માટે તે પોતાનો પ્રકાશ ન કરી શકે કારણ કે એક સાથે બે ક્રિયા નથી થઈ શકતી માટે. તે દી પદાર્થને પ્રકાશ કરે છે માટે એ પણ જ્ઞાનની જ પેઠે પિતાને પ્રકાશ નહિ કરી શકે, તેથી એને પ્રકાશિત કરવા માટે બીજા દીવાની જરૂર માનવી જોઈએ. જે એ રીતે અને એ જ યુક્તિથી બીજે દીવો ન માનવામાં આવે તે જ્ઞાનને પણ સ્વ-પ્રકાશી માનવું જોઈએ; છતાં જે પક્ષપાત કરવામાં આવે તે વિરોધ સિવાય બીજું કશું નથી.
તથા બ્રહ્માતને માનનારા અવિદ્યાના વિવેકપૂર્વક પ્રત્યક્ષ પ્રમાણવડે ફક્ત સ–માત્રને માને છે–અને કહે છે કે પ્રત્યક્ષ પ્રમાણ નિષેધક નથી, પણ માત્ર વિધાન કરનારું છે–એ પણ પરસ્પર વિરુદ્ધતાવાળું જ છે; કારણ કે જે પ્રત્યક્ષ પ્રમાણુ વિધાન કરનારું જ હોય અને એ, નિષેધ કરનારું પ્રમાણ ન હોય તે એ વડે અવિદ્યાને નિરાસ શી રીતે થઈ શકે ?
વળી, પૂર્વોત્તર મીમાંસાવાળા કઈ પ્રકારે દેવને નથી માનતા, છતાં તે બધાય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર વિગેરે દેવાને પૂજે છે અને ધ્યાવે છે તે પણ ચકખું વિરુદ્ધ જ છે. ઈત્યાદિ. એ પ્રકારે બૌદ્ધ