________________
શ્રી હરિભદ્રસૂરિકૃતિ ષડ્રદર્શનસમુચ્ચયના મૂળનું સંક્ષિપ્ત ભાષાંતર ૧. બૌદ્ધદર્શન
બૌદ્ધમતમાં મુખ્ય દેવતા સુગત છે, એ સુગદેવે ચાર આર્ય. સત્યને જણાવેલાં છેઃ ૧ દુઃખ, ૨ સમુદય, ૩ માર્ગ અને ૪ નિષેધ.
દુખ–શબ્દને ભાવ પ્રતીત છે, તેના પાંચ પ્રકાર છેઃ ૧ વિજ્ઞાન, ૨ વેદના, ૩ સંજ્ઞા, ૪ સંસ્કાર અને ૫ રૂ૫.
૧. વર્તમાનમાં બૌદ્ધદર્શનના મુખ્ય પુરુષ તરીકે બુદ્ધને ગણવામાં આવે છે. એમને જન્મ મગધદેશમાં “ગયા” પાસેના “કપિલવસ્તુ” ગામમાં થએલે હતા. એમનું મૂળ નામ “સિદ્ધાર્થ છે. એમના પિતાશ્રીનું નામ શુદ્ધોદન અને માતાજીનું નામ માયાદેવી છે. એમને વંશ શાય છે, જાતિ ક્ષત્રિય છે અને ગોત્ર ગૌતમ છે. એમના પિતા શુદ્ધોદન કપિલવસ્તુના રાજેન્દ્ર હતા. આ મહાપુચ્છનું ચરિત્ર સંસારપ્રસિદ્ધ હેવાથી અત્રે એ વિષે લખવું પુનક્ત જેવું છે. એમના અનુયાયી સાધુએને “
ભિખુ શબ્દથી અને ગૃહસ્થને “ઉપાસક” શબ્દથી ઓળખવામાં આવે છે. બુદ્ધે “અહિંસા” ને જ પરમધર્મ ગણે છે. આ મહાપુરુષ, આત્મવાદી છે, તે પણ તેમની પછીના તેમના કેટલાક અનુયાયીઓની તર્ક જાળને લીધે તેમના ઉપર “અનાત્મવાદી” તરીકે જે આરોપ આજ ઘણું વખતથી મૂકવામાં આવેલ છે તે અવિવેકથી થએલે છે અને બેટ છે. એ માટે એમને પાલીભાષામાં લખાએલા ગ્રંથને મનનપૂર્વક વાંચવાની પાઠકેને વિનંતિ કરવામાં આવે છે. એમના અનુયાયી. ભિક્ષુઓના વેષ અને આચાર સંબંધે આચાર્ય શ્રી ગુણરત્નસૂરિ જણાવે છે કે “બૌદ્ધભિક્ષુઓ અમર રાખે છે, બેસવાને ચામડાનું આસન રાખે છે, હાથમાં કંડલુ ધારણ કરે છે, માથે હજામત કરાવે છે, ઘુંટી સુધી.