________________
––( ૨૩૫).
માત્ર, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશરૂપ હેવાથી જ હયાતી ધરાવી શકે છે અને એમ છે માટે જ પ્રત્યક્ષ અને પરોક્ષપ્રમાણવડે એ જણાઈ શકે છે. વસ્તુમાત્રમાં સત્વ, રૅયત્વ, પ્રમેયત્વ અને વસ્તુત્વ વિગેરે અનંત, ધર્મો છે અર્થાત વસ્તુમાત્ર અનંત ધર્મવાળી, અનંત પર્યાવરૂપ અને અનેકાંતરૂપ છે. વસ્તુનો અર્થ અહીં જીવ અને અજીવ વિગેરે સમજવાનો છે, જે વિષે આગળ ઉપર કહેવાઈ ગયું છે. જે પદાર્થ ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા-એ ત્રણે ધર્મવાળે હોય તે જ અનંત ધર્મવાળા હોઈ શકે છે અને એ જ પદાર્થ પ્રમાણુવડે જાણું શકાય છે. પદાર્થમાત્રમાં અનંત ધર્મો રહેલા છે–એ બાબતની સાબિતી માટે આગળ ઘણું ઘણું લખાઈ ગયું છે. હવે એ માટે અહીં આ એક અનુમાન બસ છે – પદાર્થમાત્રમાં ઉત્પાદ, નાશ અને સ્થિરતા એ ત્રણે ધર્મો રહેલા છે માટે જ એમાં અનંત ધર્મો રહી શકે છે જે પદાર્થમાં અનંત ધર્મો ન હોય તેમાં એ ત્રણ ધર્મો પણ ન હોય. એવી તદ્દન અસ વરતુ તે માત્ર એક આકાશની કળી છે. પ્રત્યેક પદાર્થમાં એના ધર્મો ઉત્પન્ન થાય છે અને એ જ નાશ પણ પામે છે અને એ ધર્મેનું ધારણ કરનાર ધર્મી દ્રવ્યરૂપે હમેશાં સ્થિર રહે છે. ધર્મ અને ધર્મી એ બે વચ્ચે કોઈ અપેક્ષાએ એકપણું (અભેદભાવ) હાવાથી અને ધર્મા (ધર્મવાળે) હમેશા સ્થિર રહેતો હોવાથી એ ધર્મો પણ કોઈ અપેક્ષાએ–શક્તિરૂપે-હમેશાં સ્થિર રહે છે. જે એમ ન માનવામાં આવે તે ધર્મોન તે નાશ થઈ જતો હોવાથી એ ધર્મવાળાનો પણ નાશ થઈ જ જોઈએ માટે કેઈ અપેક્ષાએ ધર્મોને પણ સ્થિર . માનવા એ વ્યાજબી છે. ધર્મ અને ધર્મવાળા વચ્ચે તદન જુદાઈ કે તદન એકપણું હોતું નથી, કારણ કે એ બે વચ્ચે એ જાતને સંબંધ જણાતો નથી. વળી, જે એ બે વચ્ચે તદ્દન જુદાઈ કે તદ્દન એકપણું માનવામાં આવે તે એ બન્નેને ધર્મ ધર્મભાવ જ ઘટી શકતો નથી માટે એ બન્નેને કેઈ અપેક્ષાએ ભેદ (જુદાઈ) અને કેાઈ અપેક્ષાએ અભેદ માને વ્યાજબી અને દૂષણ વિનાને છે. કદાચ કઈ એમ કહે કે-ઉત્પન્ન થતા અને નાશ પામતા એવા માત્ર એકલા ધર્મો જ છે, પણ