________________
બીજે કોઈ જાતને ઉદ્દેશ એ તવોને જુદાં લખવામાં નથી.
* આ સંબંધે બીજી પણ કેટલીક વધુ હકીકત છે, તે બધી બીજા જૈનગ્રંથમાંથી જાણી લેવાની જરૂર છે.
કર્મનાં સારાં સારાં પુલનું નામ “પુણ્ય” છે. નઠારાં પુત્રલેનું નામ “પાપ” છે. મન, વચન અને શરીરની પ્રવૃત્તિનું નામ ‘આસ્રવ છે કે જે પ્રવૃત્તિ)વડે કર્મનાં પુદ્ગલે ચૂયા કરે છે. એ આસવ -બે જાતને છે. એક પુષ્યને હેતુ અને બીજે પાપને હેતુ. આસવને અટકાવવાનું નામ “સંવર’ છે. મન, વચન અને શરીરને સંયમમાં રાખ્યાથી તથા યતનાપુર્વક એટલે કેઈને પણ દુઃખ ન થાય એવી રીતે ચાલવાથી, . બોલવાથી, ભોજન મેળવવાથી, વસ્તુઓને લેવા-મૂકવાથી અને ખરચું પાણી કરવાથી તથા ધર્મનું ચિંતન કરવાથી એ આવ રેકાઈ શકે છે એટલે સંવર થાય છે. એ સંવરના બે પ્રકાર છે. એકનું નામ સર્વ સંવર અને બીજું નામ દેશસંવર છે. સર્વસંવરમાં આસ્ત્રવને તત રોકી દેવામાં આવે છે અને દેશસંવરમાં આસવને થોડે છેડે રોકવામાં આવે છે. રાગ અને દ્રષવાળા આત્માને કોઈ પણ પ્રવૃત્તિને લીધે કર્મનાં પુદ્ગલો સાથે જે સંબંધ થાય છે તેને બંધ કહેવામાં આવે છે. જો કે તે બધે બંધ એક જ સરખે છે તે પણ તેના મુખ્ય ચાર પ્રકાર છે–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. એ પ્રકૃતિબંધના મુખ્ય આઠ પ્રકાર છે—જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, મોહનીય, અંતરાય, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. વળી એ જ્ઞાનાવરણને બંધ પણ અનેક પ્રકારનો છે. એ બંધ પ્રશસ્ત છે અને અપ્રશસ્ત પણ છે. જે પ્રશસ્ત બંધ છે તે તીર્થંકરપણું વિગેરે શુભ ફળને નીપજાવે છે અને જે અપ્રશસ્ત -બંધ છે તે નારકીનાં દુઃખ વિગેરે અશુભ ફળને નીપજાવે છે. પ્રશસ્ત પરિણામને લીધે થયેલા બંધથી સુખ થાય છે અને અપ્રશસ્ત પરિણામને લીધે થયેલા બંધથી દુઃખ થાય છે માટે જ એ બંધને બે પ્રકારને કહ્યો