________________
६०
સૃષ્ટિવાદ અને ઇશ્વર
છે જે તૈતિરય આરણ્યકથી સ્પષ્ટ થાય છે. વળી સાત પુત્રાને લઇને અદિતિ સ્વર્ગમાં જાય છે અને સૂર્યને આકાશમાં છેાડી જાય છે એમ કહ્યું છે અને છઠ્ઠી ઋચામાં કહ્યું કે દેવતાઓ નૃત્ય કરતા હતા તેમાંથી એક તીવ્ર રેણુ આકાશમાં ઉડયા તેને સૂર્ય બન્યા. શું આ એ વાતમાં પરસ્પર વિરાધ નથી આવતા ? વળી માતૈ શબ્દની વ્યુત્પત્તિ અનુસાર મૃત અંડમાંથી સૂર્યને ઉત્પન્ન થયાનું બતાવ્યું છે. તે ખરૂં શું માનવું?
પાકા ! ચાલો થાડા આગળ વધીએ. ઋગ્વેદના ૧૨૦ મા સુક્તમાં સૂર્યનારાયણને ખાસ પરમાત્માના પુત્ર તરીકે બતાવ્યા છે અને શત્રુના સંહારક તરીકે એાળખાવ્યા છે. જુઓઃ तदिदास भुवनेषु ज्येष्ठं यतो जज्ञ उग्रस्त्वेषनृम्णः । सद्यो जज्ञानो निरिणाति शत्रूननु यं विश्वे मदन्त्यूमाः || (TM૦ ૨૦| કુ૨૦ | ↑ ) અર્થ—ભુવન–ત્રણ ક્ષેાકમાં જ્યેષ્ઠ=પ્રશસ્ત યા સૌથી પ્રથમ જગત્ નું આદિ કારણ તે હતું. ( તદ્ શબ્દથી બ્રહ્મનું ગ્રહણ કર્યું છે પણ તે એકદેશી અર્થ છે. સામાન્યથી તે પરમાત્મા અર્થે થઈ શકે) તે પરમાત્મા કે જેનાથી ઉગ્ર=પ્રદીપ્ત તેજવાળા વેષરૃક્ષ્ણસૂર્ય ઉત્પન્ન થયે.. જે સૂર્યે ઉત્પન્ન થવાની સાથેજ શત્રુએને સંહાર કર્યાં. જે સૂર્યને જોઇને સર્વ પ્રાણીઓ ખુશ થાય છે.
આમાં સૂર્યની ઉત્પત્તિ પરમાત્માથી બતાવી ૭૨ મા સૂક્તમાં અદિતિના આઠમા પુત્ર તરીકે યા દેવતાના તીવ્ર રેક તરીકે સૂર્યને એળખાવ્યા. શું આમાં પરસ્પર વિરોધ નથી આવતા ? ભાષ્યકાર સાયણે એમ કહ્યું કે સૂર્ય ઉત્પન્ન થતાંજ મન્દેહાદિ રાક્ષસાને મારે છે. આંહિ પણ એક શંકા એ થાય છે કે પરમાત્માએ સૂર્યને બનાવ્યા પહેલાં રાક્ષસે ક્યાંથી પ્રગટ થયા ? આંહિ તે પરમાત્મા અને સૂર્યની વચ્ચે રાક્ષસેાની ઉત્પત્તિ બતાવી નથી. કદાચ તે પ્રગટ થઇ ચુક્યા તા સૂર્યની સાથે તેમની શત્રુતા શી? કદાચ પૂર્વની શત્રુતા હોય તે