________________
પ્રકાશકનું નિવેદન.
“સૃષ્ટિવાદ અને ઇશ્વર” પુસ્તક પાઠકની સમક્ષ રજુ કરતાં અમને હર્ષ થાય છે. શતાવધાની પંડિત મુનિ મહારાજ શ્રી રત્નચંદ્રજીએ અજમેરના સાધુસંમેલનમાં ભાગ લીધા બાદ રાજપૂતાના, યુક્તપ્રાંત, દિલ્હી, પંજાબ વગેરે પ્રદેશમાં વિહાર કર્યો ત્યારે તેમને સૃષ્ટિ અને તેના સર્જક વિષેના વાદ પર એકાદ ગ્રંથરચનાની આવસ્થતા માલૂમ પડેલી. ગુજરાતમાં સૃષ્ટિકતૃત્વવાદની ચર્ચા એટલી પ્રબળ નથી કે જેટલી તે ઉત્તર હિંદમાં છે; અને એ ચર્ચાને કારણે સ્વધર્મ કે સ્વમત પરિવર્તનના બનાવો પણ બન્યા કરે છે. દિલ્હી, પંજાબ અને યુક્ત પ્રાંતમાં વિહારસમયે આ વિષયની છણાવટ પ્રકીર્ણ રીતે થતી અને કઈ કઈ જિજ્ઞાસુ જૈન-જૈનેતર સાથે ચર્ચા પણ થતી.
પરન્તુ પંજાબમાંના વિહાર દરમ્યાન અર્ધમાગધી વ્યાકરણ-“જૈન સિદ્ધાન્ત કૌમુદી” નું કામ અને દિલ્હીમાં “અર્ધમાગધી કાષ”ના પાંચમા ભાગનું કામ પૂરું કર્યા પૂર્વે સૃષ્ટિકર્તવવાદ વિષે ગ્રંથારંભ કરવાની અનુકૂળતા મહારાજશ્રીને મળી નહિ. ઉપર્યુકત કાર્યોમાંથી નિવૃત્ત થતાં આગ્રામાં તેમણે એ કામનો આરંભ કર્યો. આગ્રાથી કાશી અને કલકત્તા તરફ વિહાર કરવાને તેમને ભાવ હતા પરંતુ અનારોગ્યે તેમને એ ભાવ પૂર્ણ થવા ન દીધો. આગ્રામાં આ પુસ્તકની શરૂઆત થઈ ખરી પણ શ્રી શતાવધાનીજી મહારાજની તબિયત નાદુરસ્ત થવાથી થેડેજ ભાગ ત્યાં લખાયો અને પુસ્તકનો ઘણે ભાગ અજમેરમાં લખી શકાય.
પુસ્તકના લેખન માટે આગ્રા (માનપાડા) ના શ્રી સંઘે સહાયતા આપી હતી, તથા આગ્રામાંના ચિરંજીવ પુસ્તકાલયના સંચાલકોએ તેમજ ઉપાધ્યાય વીરવિજય પુસ્તકાલયના સંચાલકોએ પિતા પાસેનાં પુસ્તકે ઉદાર ભાવે જ્યારે જોઈએ ત્યારે મહારાજશ્રીની સમક્ષ મૂક