________________
૩૮૨
સૃષ્ટિવાદ અને ઈશ્વર
જૈન શાસ્ત્રાનુસાર સૂય એ તિષી દેવતા ઈંદ્ર છે. તેનું વધારેમાં વધારે આયુષ્ય એક પલ્ય અને એક હજાર વર્ષનું છે. એટલે વરસે ચાલુ ઈદ્ર ચવે છે અને બીજો નવો ઉત્પન્ન થાય છે. દુનિયા જેને સૂર્ય તરીકે ઓળખે છે, તે ઈદ્રનું વિમાન છે. જૈન દષ્ટિએ એ વિમાન સ્ફટિક પૃથ્વીરૂપ છે, પ્રકાશ રશ્મિમય છે, શાશ્વત છે. કદિ ઉત્પન્ન થયું નથી અને તેનો નાશ પણ થવાને નથી. તેમાં રહેલ પૃથ્વીકાયના જીવો એક જાય છે બીજા આવે છે. તેનાં શરીરમાં પણ ચયાં ઉપચય થાય છે પણ એકંદર વિમાન ધ્રુવ રૂપ છે. જેના ઉપર આપણે રહીએ છીએ તે રત્નપ્રભા નામની પૃથ્વી છે. એની પીઠ ઉપર અસં
ખ્યાત દ્વીપ સમદ્ર છે. તેમાં સૌને કેન્દ્રસ્થાનીય જંબુદ્વીપ છે. તે જંબુ દ્વીપનાજ ભરતક્ષેત્રમાં આપણે રહીએ છીએ. જે ઉત્સર્પિણ અને અવસર્પિણી કાલની વાત કરીએ છીએ તેને સંબંધ આ ભરતક્ષેત્રની સાથે પણ છે. ભરતક્ષેત્રમાં દિવસ, રાત, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ પ્રકૃતિની પ્રવૃત્તિ પણ આ દેખાતા સૂર્યવિમાનને આધીન છે. ભરતભૂમિ પણ શાશ્વત છે અને સૂર્ય વિમાન પણ શાશ્વત છે. છતાં તેમાં બન્નેના સંપર્કથી વૈભાવિક પર્યાય રૂપે ઉત્સર્પિણી અને અવસપિંણીનું કાલચક્ર ચાલ્યા કરે છે. એવાં એક નહિ પણ અનંત કાલચક્ર પ્રવૃત્ત થઈ ચુક્યાં અને અનંત થશે, છતાં ન તો ભરતભૂમિને નાશ થશે, ન સૂર્યવિમાનને નાશ થશે અને ન કાલચક્રને નાશ થશે. હવે સૂર્યવિમાન અને ભારતભૂમિના સંપર્ક સાથે ઉત્કર્ષ અપકર્ષને શું સંબંધ છે તેને વિચાર કરીએ. એ તો વિજ્ઞાનથી સિદ્ધ થયું છે કે સૂર્યમાંથી જે રશ્મિઓ પ્રતિક્ષણે નીકળે છે, તે આ પૃથ્વી ઉપર ન્હાના હેટા દરેક પ્રાણીને જીવન આપે છે. વનસ્પતિને એજ સજીવન રાખે છે. તેના નિકટ સંબંધથી અને દૂરના સંબંધથી વાતાવરણમાં બહુ ફેરફાર થાય છે. સૂર્યથી જ ઋતુઓનું પરિવર્તન થાય છે, ઠંડી ગરમીમાં વધઘટ થાય છે. એના ઉપરજ મનુષ્યોનાં રૂ૫ રંગને આધાર છે. બીજી વાત એ છે કે પ્રાચીન શાસ્ત્રોને મતે સૂર્ય