________________
૩૪૧
વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ
સૂર્યની ગરમી, સૂર્યની ગરમી વૃક્ષ, પશુ, પક્ષી, મનુષ્ય વગેરે સર્વને જીવન આપે છે. સૂર્યની ગરમીથી જ જમીનમાં પત્થરના કેયેલા બને છે, કે જે કેલસાથી ઈજિન દ્વારા મીલો વગેરે ચાલે છે.
ન્યૂટને શોધ કરી છે કે સૂર્ય અને પૃથ્વીમાં આકર્ષણશક્તિ છે. સૂર્ય પૃથ્વીને પોતાની તરફ ખેંચે છે અને પૃથ્વી સૂર્યને પિતાની તરફ ખેંચે છે. પણ સૂર્યનું વજન પૃથ્વી કરતાં ત્રણ લાખ ત્રીસ હજાર ગણું ભારી છે. તેમાં આકર્ષણ વધારે છે, તેથી પૃથ્વીથી સૂર્ય ન ખેંચાતાં સૂર્ય પૃથ્વીને પિતા તરફ ખેંચે છે. પૃથ્વીમાં પિતામાં પણ આકર્ષણ છે તેથી તે ખેંચાઈ ખેંચાઈને સૂર્યમાં મળી જતી નથી, કિન્તુ સરખા અંતર પર સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીની આકપૈણુશક્તિ કરતાં સૂર્યની આકર્ષણશકિત અઠયાવીશ ગણું વધારે છે. અર્થાત જે ચીજનું વજન પૃથ્વી ઉપર એક શેર છે તે ચીજને સૂર્ય ઉપર દેખવામાં આવે તો તેનું વજન ૨૮ શેરનું થશે. અહિ માણસનું વજન દાઢ કે બે મણનું હોય તે માણસનું વજન સૂર્ય ઉપર લેવામાં આવે તો ૪૨ મણ કે પ૬ મણનું થશે. એટલે માણસ પોતાના વજનથી જ દબાઈને ચૂરેચૂરો થઈ જશે.
વાતાવરણ અને શરદી-ગરમી. સૂર્યની ગરમી હમેશાં સરખી રહે છે છતાં શીયાળામાં શરદી, ઉનાળામાં ગરમી, કેાઈ દેશમાં શરદી વધારે, કઈ દેશમાં ગરમી વધારે જણાય છે, તેનું કારણ વાયુમંડલ છે. પૃથ્વીને ફરતું ૨૦૦ માઈલ પર્યન્ત વાયુમંડળ-વાતાવરણ છે. એમાં કોઈ વખતે પાણીની બાફવરાળ વધારે હોય છે, તે સૂર્યની ગરમી પૃથ્વી ઉપર ઓછી આવે છે. કોઈ વખતે વરાળ વરસાદ રૂપે નીચે પડી જવાથી પછી લુખા વાતાવરણથી ગરમી વધારે થાય છે. કોઈ વખતે વાતાવરણમાંથી બરફ પડે છે ત્યારે શરદી વધારે થઈ જાય છે.