________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૨૮૭
कुलालवञ्च नैतस्य, व्यापारो यदि कल्पते । अचेतनः कथं भावस्तदिच्छामनुरुध्यते ॥ (श्लो० वा०५। ८१) तस्मान्न परमाण्वादेरारम्भः स्यात्तदिच्छया ।
અર્થ—કદાચ ઈશ્વરને અશરીરી માનવામાં આવે અને કુંભારાદિની માફક વ્યાપાર–પ્રયત્ન માનવામાં ન આવે તો અચેતન–પરમાણુઆદિ ઈશ્વરની ઈચ્છાને કેવી રીતે અનુસરશે ? ઈશ્વરમાં પ્રયત્ન નથી અને પરમાણ્વાદિકને જ્ઞાન નથી, તેટલા માટે ઇશ્વરની ઈચ્છાથી પરમાણુઆદિની પ્રવૃત્તિ સંભવતી નથી. માટે જગતને અનાદિ માનો એ નિયાયિકે પ્રત્યે કુમારિલ ભટ્ટનો જવાબ છે. સૃષ્ટિ અને ઇશ્વરના સંબંધમાં સાંખ્યસત્રને અભિપ્રાય.
સાંખ્યસૂત્રકાર કપિલમુનિ પ્રત્યક્ષપ્રમાણુના લક્ષણની ઈશ્વરમાં અવ્યાપ્તિ હોવાની શંકા કરતાં કહે છે કે: arre II (g૦૧૨)
અર્થ-ઈશ્વરના અસ્તિત્વમાં કઈ પ્રમાણ નથી અર્થાત્ ઈશ્વર જ કઈ પ્રમાણથી સિદ્ધ થતો નથી તે અવ્યાપિની શંકા ક્યાં રહી ?
નિયાયિક કહે છે કે “fક્ષરથાદિ રાવ ક્રાચાર' પૃથ્વી આદિને કઈ કર્તા હોવો જોઈએ કારણકે તે કાર્યરૂ૫ છે, ઘટાદિની પડે. આ અનુમાન પ્રમાણુ ઈશ્વરની સિદ્ધિ કરે છે, તે અહીં સાંખ્યો! ઈશ્વરની અસિદ્ધિ ઠરાવો છો તે બરાબર નથી. આના જવાબમાં સાંખ્યો કહે છે કે અહો નૈયાયિક ! તમે જે ઈશ્વરને પૃથ્વી આદિના કર્તા તરીકે માનો છો તે ઈશ્વર શરીરહિત છે કે શરીરરહિત છે? જે શરીરસહિત માનો તો તે સામાન્ય જીવની માફક સર્વજ્ઞ ન હોવાથી જગતના કર્તા નહિ બની શકે. જે અશરીરી માને તો મુક્તાત્માની પેઠે અકર્તા હોવાથી જગતકર્તત્વની અનુપત્તિ છે. સ્વસૂત્રકાર જ ઈશ્વરની અસિદ્ધિમાં યુત્યન્તર બતાવે છે.