________________
બ્રહ્મમાંથી આ આખું જગત ઉત્પન્ન થયું એવી માન્યતા ઉપર જણાવેલા વાદેમાંના ઘણામાં દર્શાવેલી જોવામાં આવે છે જોકે પુનઃ બ્રહ્મના સ્વરૂપ વિષે મતાંતરે છે અને તે કારણે તેઓમાં પુનઃ ઉપભેદે પડ્યા છે. પરંતુ ગૂંદના નાસદીય સૂક્તમાંની ઋચાઓ કહી રહી છે કે એ બધા બુદ્ધિયુક્ત વાદવિવાદ છતાં જગત્ અને જગત્કર્તા સંબંધી કે કશું જાણતું નથી ! इयं विमृष्टियंत आबभूव । यदि वा दधे यदि वा न । योऽस्याध्यक्षः परमे व्योमन-त्सो अंग वेद यदि वा न वेद ।।
અર્થાત–આ વિશેષસૃષ્ટિ શેમાંથી ઉત્પન્ન થઈ, અથવા કોઈએ તેને ધારણ કે ન કરી, અથવા તેને અધ્યક્ષ પરમ આકાશમાં રહે છે કે નહિ, તે કેણું જાણે છે? આ એકજ ઋચા ઉપરથી માલૂમ પડે છે કે જગતના નિમિત્ત કે ઉપાદાન કારણ વિષે કઈ કશું જાણતું નથી એવો અભિપ્રાય વેદકાલીન ઋષિઓને પણ હતા.' મીમાંસાદર્શનને પણ એજ ધ્વનિ છે. પૂર્વ મીમાંસાકાર જેમિનિ ઋષિના મીમાંસાદર્શનના પુસ્તક “શાસ્ત્રદીપિકા અને શ્લોવાતિકનું પરિશીલન જે કરીએ તો જણાઈ આવે છે કે સૃષ્ટિ અને તેના કત્વની વિચારણામાં એ ઋષિવર્ષે ગતાનુગતિકતાનું અવલંબન કર્યું નથી. મીમાંસાદર્શને ઇતર દર્શનેની બધી દલીલે અને શંકાઓનું નિરસન કરીને સ્થાપ્યું છે કે –સૃષ્ટિની આદિ હેય એવો કેઈ કાળ છે નહિ, જગત હમેશાં આવા પ્રકારનું જ છે.એ કઈ કાળ અગાઉ આવ્યો નથી કે જેમાં આ જગત કાંઈ પણ હતું નહિ. એજ રીતે ઈશ્વરફ્તત્વના સંબંધમાં પણ ઈતર સર્વ દર્શનવાદીઓને તેણે કહી દીધું છે કે ઈશ્વર પિતે જન્મમરણરહિત છે, તે બીજા પદાર્થોને ઉત્પન્ન ન કરે અને કરવા ઈચ્છે તો એક ક્ષણમાં જ બધું કરી શકે, શામાટે ક્રમે ક્રમે-વિલંબે વિલંબે કરે ? સમયને પરિપાક થયે જ કાર્યો થાય છે તેને બદલે ઈશ્વર એક ક્ષણમાંજ વર્ષોનું બધું કાર્ય કરી નાંખે. ઘડો બનાવનાર કુંભાર છે તેથી જગત રૂપી ઘટ બનાવ