________________
૮૦
સૃષ્ટિવાદ અને ઈશ્વર
વૈદિક સૃષ્ટિના ચાથો પ્રકાર (પ્રજાપતિ).
आपो वा इदमग्रे सलिलमासीत् । तेन प्रजापतिरश्राम्यत् । कथमिदं स्यादिति । सो पश्यत्पुष्करपर्ण तिष्ठत् । सोऽमन्यत । अस्ति वै तत् । यस्मिन्निदमधितिष्ठतीति । स वराह रूपं कृत्वोपन्यमज्जत् । स पृथिवीमध आच्छेत् । तस्या उपहृत्पोदमज्जत् । तत्पुष्करपर्णेऽप्रथयत् । यदप्रथयत् । तत्पृथिव्यै पृथिवित्वम् ।
(૦ ચત્તુ॰ તે ત્રા૦ ? | ? | રૂ | ૭)
અર્થ—સુષ્ટિ પહેલાં આ જગત્ પાણીમય હતું. તેથી પ્રજાપતિએ તપ કર્યું અને વિચાર કર્યો કે આ જગત્ કેવી રીતે થાય ? એટલામાં એક કમલપત્ર તેમના જોવામાં આવ્યું, તે ઉપરથી તર્ક કર્યાં કે આની નીચે કંઇક હશે ! વરાહનું રૂપ કરી તેણે પાણીમાં ડુબકી મારી. ભૂમિ પાસે જઇ તેમાંથી ડાઢવડે થેાડી આળી માટી ખાદી, ઉપર લાવી પાંદડા ઉપર પાથરી તે મ્હોટી પૃથ્વી બની ગઈ. એજ પૃથ્વીનું પૃથ્વીપણું છે. આ જોઈ પ્રજાપતિને સંતોષ થયા કે સ્થાવર જંગમના આધારભૂત પૃથ્વી બની ગઈ તા હવે ખીજું પણ ફીક થઇ જશે......
પ્રથમ કહ્યું હતું કે સૃષ્ટિ પહેલાં “નૈવેદ વિનાથ ગામી” કંઈ પણ ન હતું. આંહિ કહ્યું કે પહેલાં પાણી હતું અને પાણીની નીચે આળી માટી હતી એ એ વાતને પરસ્પર વિરાધ આવે છે. પ્રજાપતિએ વરાડનું રૂપ લીધું તેા વરાહનું રૂપ લીધા વિના પાણીમાંથી માટી લઈ આવવાની પ્રજાપતિની શક્તિ ન હતી ? વરાહનું રૂપ લેવાનું શું કારણ ? કમલના પાંદડા ઉપર માટી વિસ્તારી તે કમલનું' પાંદડું કેટલું મ્હાટુ' હશે ? શું કમલના પાંદડા જેટલીજ પૃથ્વી અની? પાણીની નીચે માટી હતી તે પૃથ્વી બન્યા પહેલાં માટી