________________
ચૌદરાજ લેકમાં સર્વત્ર પ્રસરેલા જીવ અને પુદ્ગલને ગતિ કરાવવામાં સહાયક તત્વ તે ધમસ્તિકાય છે, અને એ જ ગતિમાં સ્થિતિ કરાવવામાં સહાયક તત્વ અધર્માસ્તિકાય છે. અને આ ધર્માસ્થિતકાય વગેરે લેકમાંજ છે. આ લેક ૧૪ રાજ લેક પ્રમાણ છે. એની બહાર અલેક છે. અને અલેકમાં ગતિ સહાયક ધર્માસ્તિકાય વગેરે નથી. માટે જીવ અલેકમાં ગતિ નથી કરી શકતે જેમ માછલી પાણી વિના બહાર ગતિ નથી કરી શકતી તેમ. માટે જીવન ગતિમાં ધર્માસ્તિકાય તત્વ સહાયક હોવાથી જ્યાં સુધી આ તત્વ છે ત્યાં સુધી જ જીવ ગતિ કરી શકશે, અને જ્યાં સુધી સ્થિતિ સહાયક અધર્મ સ્તિકાય તત્વ છે ત્યાં સુધી જઈને જીવ અટકી જશે. સ્થિર થઈ જશે. એથી આગળ અલેકમાં નહીં જઈ શકે. માટે લેકાગ્ર ભાગે સિદ્ધાત્મા સદા માટે સ્થિર થઈ જાય છે. લકાગ્ર ભાગથી મુક્તાત્મા પાછા કેમ નથી પડતા ? नहनिच्चलओ वा थाण विणासपयण' न जुत से । तह कम्माभावाओ पुणाक्किया भावओ वावि ॥ १८५७
મંડિક-હે ભગવંત ! જેમ ઝાડ ઉપર બેઠેલે માણસ પડી જાય, અથવા ફળ પડી જાય તેમ તેના ભાગે રહેલા સિદ્ધાત્માઓ પડી કેમ નથી જતા? એમનું પતન કેમ ન
થાય?
કરુણાસાગર કૃપાલુ ભગવંતે કહ્યું–હે મડિક ! એક વાર જે આત્મા મેલે ચાલ્યા ગયે તે આ ચાર ગતિના સંસારચક્રમાંથી છૂટીને સિદ્ધશિલા ઉપર લેકાગ્રભાગે બિરાજમાન થઈ ગયા પછી કદાપિ કેઈ કાળે પણ તેનું પતન સંભવ નથી.
૫૮