________________
જેમ વાદળાએ ખસી જતા સૂર્ય પૂર્ણ તેજવીરૂપે પ્રકાશમાન દેખાય છે. સુર્વમાં તેજસ્વીપણું એનું મુળભુત છે. એ કંઈ બહારથી નથી આવતું. વાદળાનું આવરણ હતું અને તે ખસી ગયું એટલે સ્વચ્છ દેખાવા માંડયું. એ જ પ્રમાણે આત્મામાં ગુણે બહારથી નથી આવ્યા પહેલેથી જ મુળભુત પડેલા જ છે. તે સર્વે ગુણો તેના ઉપરના સર્વે આવરણે (ક) નષ્ટ થવાથી પૂર્ણ પણે સ્વચ્છ સ્વરૂપે પ્રગટ થયા છે. તેને પાદુર્ભાવ થયો છે. એ અષ્ટગુણયુકત પૂર્ણ જ્ઞાનાદિ ગુણવાન નિરાવરણ આત્મા તે જ મુકતાત્મા સિધ્ધાત્મા કહેવાય છે. સિદ્ધાત્મા એ પરમાત્મા થયા ત્યારે આપણે હજી પામરાત્મા જ રહયા. આપણું પામર પણ એક દિવસ દુર થઈ જશે ત્યારે આપણે પણ પામરમાંથી પરમ બની જશું. પામરમાંથી પરમ બનવાને પરમાત્માએ ચીસ પેલે માર્ગ જ ધર્મ છે. જે માગે ચાલીને એ પોતે પરમાત્મા બન્યા છે તે જ ધર્મમાર્ગ આપશુને બતાવ્યું છે. પામરમાંથી પરમ બનવાની પ્રક્રિયા બતાવી છે. માટે એ જ મા આપણે ચાલીશું ત્યારે એક દિવસ આપણે પણ પરમ, સિદ્ધ, બુદ્ધ, મુકત બની શકીશું. ફકત જેને જ મોક્ષ પામી શકે અને બીજા નહી ?
ના એવું કંઈ નથી. રસ્તો કેઈને વ્યકિતગત નથી. જે ચાલે એને છે. નિસરણી–પગથીયા જે ચઢશે તે પહોંચશે. એવી મોક્ષની નિસરણી છે. મેક્ષ સુધી પહોંચવાની ૧૪ ગુણસ્થાનકની નિસરણી છે.
૧૦૫