________________
સુખ-દુઃખ બન્નેને સ્પર્શ નથી એમ જે વાકયમાં કહ્યું છે તે કેવી રીતે રે ગ્ય છે ? કારણ કે આપ તે એમ કહો છો કે, મુકત જીવને પરમ સુખ છે. આ વાતને વેહની સાથે વિરોધ આવે છે. માટે મુક્ત જીવને સુખી કે દુઃખી માની ન શકાય.
ભગવંત –હે પ્રભાસ! એ વાત તે સાચી છે કે- પુણ્યકૃત સુખ, અને પાપકૃત દુખ એ મોક્ષમાં નથી. વેદમાં જે પ્રિય -અપ્રિયને નિષેધ કર્યો છે તે બરાબર છે અથત મેક્ષના મુકત જીવને સાંસારિક વિષયસેગ જન્ય- સુખદુઃખ નથી. પુણ્ય-પાપજન્ય સુખદુઃખનો નિષેધ કર્યો છે, મુક્તાત્મા પૂર્ણજ્ઞાની છે, રાગ-દ્વેષ રહિત વીતરાગી છે. તેથી સાંસારિક સુખ-દુઃખ કઈ અસર નથી કરવાનાં મુક્ત ભાનાં સર્વ પુણ્ય-પાપ ક્ષય પામેલાં છે, તેથી તેમને સાંસારિક સુખ-દુઃખ ન સ્પશે. પરંતુ એથી એવું પણ વિદ્ધ નથી થતું કે, મુક્તાત્મા સર્વથા સુખ છે જ નહિ, એમ નથી. મુક્તાત્મા સર્વજ્ઞ પૂર્ણજ્ઞાની વિતરાગી છે, નિરાબાધ છે. તેમને કર્મક્ષયજન્ય રવાભાવિક અને નિરૂપમ એક્ષસુખ – પરમાનંદ હોય છે. માટે હે આસનકલ્યાણ પ્રભાસ ! “ર નૈ રાજા ” ઈત્યાદિ વેદનાં પદેથી જીવ અને કાશ્મણ શરીરના વિયોગરૂપ મેક્ષ, મોક્ષમાં જીવાત્માનું અસ્તિત્વ (વિદ્યમાનતા) અને પુણ્ય-પાપનો સર્વથા ક્ષય થઈ ગયું હોવાથી સાંસારિક સુખદુઃખને અભાવ અને સ્વાભાવિક મુકતાત્માને અપ્રતિપતિ સુખ, એમ આ ત્રણે વાત સ્પષ્ટપણે સિદ્ધ થાય છે તે તું સ્વીકાર કર, અને નામ વતરૂ સર્વ શનિદેત્ર” અર્થાત.