________________
પ્રકાશકીય નિવેદન..... પર્વ તેનાં ઉનતુ ગ શિખરોથી વહેતી “સરિતા” ધરતીના વિશાળ ધરાતલ ઉપર અનેક જીવને ઉપયોગી તથા ઉપકારી બનીને આગળ વધીને સાગરમાં મળી જાય છે. વહેતી સરિતાનું મધુર પાણી પશુ=પક્ષી નર-નારી-ઝાડ-પાન બધાંના માટે આશીર્વાદ સમાન છે. પાણી જેમ જીવનપ્રદ ઉપયોગી છે તેમ, શ્રી જિનેશ્વરની વાણું તેથી ઘણું વધારે ઉપકારી છે. પાણી તે દેહ માટે ઉપયોગી છે જ્યારે જિનવાણી દેહમાં વસનાર આત્મા માટે અનન્ત ઉપકારી છે. આ મધુર વાણીની ગંગોત્રી શ્રી જિનેશ્વર પ્રભના મુખથી નીકળીને વિશાળ દેવ–મનુષ્ય–પશુ-પક્ષીના છ સુધી પહોંચે છે, પ્રસરે છે. સરિતા જૈન સાગરને મહાસાગર બનાવે છે તેમ જિનવાણુ માનવને મહાન બનાવે છે. અનેક આત્માઓને તારે છે. શ્રી અજિતશાન્તિમાં કહ્યું છે કે... मइ इच्छह परम पय, महवा कित्ति सुवित्थऽ भूवणे । __ ता तेलुक्कुद्धरणे जिणवयणे आयर कुणह: ॥
જે પરમપદ મેક્ષની ઈચ્છા હૈય, અથવા સ સારમાં–લેકમાં સુવિસ્તૃત–દશે દિશામાં પ્રસરે એવી કીતિની ઈચ્છા હોય તે ત્રણે લેકને ઉદ્ધાર કરનાર જિનવચનમાં આદર કરે. આ જિનવાણીને અપાર મહિમા છે. કલ્પવૃક્ષની વેલડી જેવી અને અમૃત સમાન મીઠી આ જિનવાણીથી ચંડકૌશિક, દઢપ્રહારી, અજુનમાળી, રોહિણેય આદિ જેવા અનેક જીવો સંસાર સાગર તર્યા છે. કારણ કે જિનવાણીમાં એટલા કોમતી સિદ્ધાન્ત છે, એટલાં સુંદર–સાચાં તત્ત્વો છે કે જે સમુદ્રનાં રત્ન કરતાં પણ કીમતી–અમૂલ્ય છે.
હિન્દુસ્તાનમાં સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ જામનગર શહેર લેકપ્રસિધિમાં છેટી (લઘુ) કાશી તરીકેની પ્રસિદિધ ધરાવે છે. આ ખ્યાતિ અમને આજે ચરિતાર્થ થતી લાગી. છ મહિનાથી એકધારી જ્ઞાનગંગાની સરિતા સતત વહેતી જ રહી. અમારા શ્રી સંઘની આહભરી વિનંતિને