________________
૦ અવધિજ્ઞાનાવરણીય કર્મ – ઈન્દ્રિયોની મદદ વિના પણ દૂરનું અમુક અવધિ સુધીના પદાર્થો ન જણાય તે આ કર્મના ઉદયે. ૦ મનઃ પર્યાવજ્ઞાનાવરણીય કર્મ–જેના ઉદયના કારણે કોઈના પણ મને ગત ભાવે, વિચારે ન જાણી શકાય તે આ કર્મના ઉદય. ૦ કેવળજ્ઞાનાવરણીય કર્મ–કેવળજ્ઞાનના ઉદયથી જે સર્વસ પરમાત્મા બધુ જ ત્રિકાળાબાધિત પણે જાણી શકે છે તે આપણે નથી જાણી શકતા તે આ કર્મને ઉદય છે. અંતરાય કર્મની ૫ પ્રકૃતિઓ –
અંતરાય તે વિધરૂપ છે. બાંધેલા અંતરાય કર્મના ઉદયના કારણે જીવને જ્યારે ઉદયમાં આવે છે. મળતી વસ્તુઓમાં વિન ઉભુ થાય છે. અને તેથી જીવ દુઃખી થાય છે. તેવી પાંચ વસ્તુઓ છે. -
૧. દાનાંતરાય – આ કર્મના ઉદયે આવવાના ભાવ હાય, છતે પૈસે, છતી સામગ્રીએ પણ જીવ આપી ન શકે તે દાનાન્તરાય કર્મ કહેવાય.
૨. લાભાન્તરાય – આ કર્મના ઉદયે અમે આપનાર છે. છતાં ન મળે, ધારેલી વસ્તુ આપણને ન મળે, જોઈતું ન મળે તે આ કર્મના ઉદયે છે.
૩. ભેગાન્તરાય – ખાવાનું હોવા છતા ખાઈ ન શકાય, ભેગવવાની સામગ્રી હોવા છતા ભોગવી ન શકાય, તે દુઃખનું કારણ આ કર્મ છે.