________________
" એ જ પ્રમાણે ભવ્ય જીને મેક્ષે જવાયેગ્ય સહકારી કારણે નહીં મળે ત્યાં સુધી તે મોક્ષે જવાના નથી. પરંતુ મોક્ષે ન જાય એથી કંઈ અભવ્ય નથી થઈ જતા. જીવમાં રહેલે પારિમિક ભાવ એ છે કે જેના કારણે ભવ્ય અભવ્ય થતું નથી. કેરડુ મગ સીઝ જ નથી. એમ અભવ્ય જીવમાં તે સિદ્ધ થાય છે. અને જેને નથી મળતા તે ક્યારેય સિદ્ધ થતું જ નથી. પરંતુ મોક્ષે ન પણ જાય છતાં ભવ્ય જીવનું ભવ્યત્વપણું નષ્ટ નથી થતું. ભ યત્વપણું સદાય યથાવત રહે છે. પદાર્થોનું ઉત્પાદ વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ “કાર રચ-રચ-યુવા સત્ત”
જેને દ્રવ્ય-સન્-પદાર્થ, અર્થ, ભાવ આદિ પર્યાયવાચી નામથી ઓળખવામાં આવે છે તે વસ્તુ કહેવાય છે. આ વસ્ત બે પ્રકારની છે. એક તે સત્ અને બીજી અસત્. સત્ કેને કહેવાય તે આ લક્ષણમાં જણાવવામાં આવ્યું છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત જે હોય તેને સત્ (વિદ્યમાન) દ્રવ્ય કહેવાય. અર્થાત્ જે ઉત્પત્તિશીલ, નષ્ટ સ્વભાવી અને નિત્યસ્વરૂપે રહેનાર હોય તે સત્ દ્રવ્ય કહેવાય. અને એથી વિપરીત જેમાં આ ઉત્પત્તિ–૦થય– નિત્ય ત્રણ સ્વરૂપની અવસ્થા ન ઘટતી હોય તે સત્ સ્વરૂપે ન ગણાય. અસત્ કહેવાય. એવી અસત્ વસ્તુ જગતમાં અસ્તિત્વ જ નથી ધરાવતી. અર્થાત્ વસ્તુ હોય અને તેમાં ઉત્પાદાદિ ભાવ ન હોય તે ન સંભવે. અર્થાત હોય જ, ઉત્પાદકો ટલે ઉત્પત્તિ, ઉત્પન્ન થવું. અને વ્યય એટલે નાશ થ, વિલય થવું અને ધ્રુવ એટલે નિય રહેવું.